Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા ના છ વિદ્યાર્થીઓ યુક્રેઇન મા:કલેકટર દ્વારા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ને જાણ કરાઈ

પોરબંદર

પોરબંદર જીલ્લા ના છ વિદ્યાર્થીઓ હાલ યુક્રેઇન માં છે.જે અંગે કલેકટર ને જાણ થતા તેમના દ્વારા આ અંગે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ને માહિતગાર કરી  કાર્યવાહી હાથ ધરી છે.

યુક્રેનમાં યુધ્ધની સ્થિતિની વચ્ચે ગુજરાત ના અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે.ત્યારે પોરબંદર જીલ્લા ના પણ છ વિદ્યાર્થીઓ ત્યાં  હોવાનું સામે આવતા તંત્ર દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે.જેમાં પશ્ર્ચિમ યુક્રેનના ટર્નોપીલ શહેરની મેડીકલ યુનિવર્સીટીમાં એમબીબીએસ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતી પોરબંદર ની પુજાબેન કાનજીભાઈ ભુવા ના પિતા કાનજીભાઈ ભુવા પોરબંદર ના ઝુરીબાગ શેરી નં 7 માં રહે છે.અને ગ્રામ્ય વિસ્તાર માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.પૂજા અગાઉ કોરોના ના કારણે પોરબંદર આવી હતી અને ગત જુલાઈ-૨૧ માં તે યુક્રેન અભ્યાસ માટે પરત ગઈ હતી.

એ સિવાય યુક્રેન માં રહેલ કુતિયાણા ના યશ સંજયભાઈ સોંદરવા નામના યુવાન અને તેમના પરિવારજનો સાથે કલેકટર અશોક શર્માએ ટેલીફોનીક વાત કરી તેની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.તથા ભારતીય એમ્બેસીની સુચના અનુસરવા જિલ્લા કલેકટરે યશને સલાહ આપી હતી.કુતિયાણાનો છાત્ર યશ હાલ વેસ્ટર્ન યુક્રેનમા સલામત છે.એ સિવાય સોઢાણા ના અરભમ અરજણભાઈ કારાવદરા,વિજય માલદેભાઈ કારાવદરા અડવાણા ના જયરાજ અરભમ કારાવદરા, પોરબંદર ના પ્રયાગ હિતેશ લાદાણી પણ હાલ ત્યાં હોવાની જાણ તંત્ર ને થતા તંત્ર દ્વારા તેઓને પરત લાવવા કાર્યવાહી હાથ ધરી છે.જેમાં વિદ્યાર્થીઓ ને ઇન્ડીયન એમ્બેસી દ્રારા પોલેન્ડ લઇ જવાશે.પોલેન્ડથી સ્વદેશ પરત લવાશે.જિલ્લા વહિવટી તંત્રએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ને આ અંગેની જાણકારી મોકલી છે.હાલ યુક્રેન માં યુદ્ધ ની સ્થિતિ વચ્ચે આ વિદ્યાર્થીઓ યુક્રેન માં હોવાની જાણ તંત્ર ને જે તે સમયે વિદેશ જવા માટે વેક્સીન લેવા માટે ભરેલ ફોર્મ ના આધારે થઇ હતી.અને તેની વિગતો ના આધારે તંત્ર એ તમામ વિદ્યાર્થીઓ ના પરિવારજનો નો સંપર્ક કર્યો હતો. જો કે હાલ તમામ વિદ્યાર્થીઓ સલામત હોવાનું જાણવા મળે છે.

યુક્રેનની હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા પોરબંદર જિલ્લાના કોઇ વિધાર્થી/નાગરિક યુક્રેનમા ગયેલ હોય અને તેઓ પરત આવવા માંગતા હોય કે, ત્યાજ વસવાટ ચાલુ રાખવા માગતા હોય તેવા લોકોએ પોરબંદર જિલ્લાના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૮૬-૨૨૨૦૮૦૦ તથા  ૦૨૮૬-૨૨૨૦૮૦૧ પર સંપર્ક કરી શકે અને જાણકારી મેળવી શકે છે.

વધુમા ભારત સરકાર દ્રારા યુક્રેનમા ફસાયેલ લોકો માટે હેલ્પલાઇન શરૂ કરવામા આવી છે. જેના સંપર્ક નં. +૯૧૧૧૨૩૦૧૨૧૧૩, +૯૧૧૧૨૩૦૧૪૧૦૪, +૯૧૧૧૨૩૦૧૭૯૦૫ છે.  

યુક્રેન ખાતેના ભારતીય દુતાવાસમાં ફસાયેલ લોકો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. જેના સંપર્ક નં.+૩૮૦૯૯૭૩૦૦૪૮૩, +૩૮૦૯૯૭૩૦૦૪૨૮, +૩૮૦૯૩૩૯૮૦૩૨૭, +૩૮૦૬૩૫૯૧૭૮૮૧ તથા +૩૮૦૯૩૫૦૪૬૧૭૦ ઉપરના પૈકી કોઇ નંબર પર કોલ કરી યુક્રેન સ્થિત આપના પરિવારના સભ્યોની સુરક્ષાની ખાત્રી કરવા જિલ્લા વહિવટીતંત્ર  પોરબંદર દ્રારા અપીલ કરાઇ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે