પોરબંદર
પોરબંદર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ એક સમયે ગાયભેંસ ચરાવતા હતા.ત્યારે પુત્રી પ્લેન ઉડાવશે તેવું સ્વપ્ન જોયું હતું તે તેમની પુત્રી એ કેનેડા ખાતે પાયલોટની તાલીમ મેળવી સાકાર કર્યું છે.
પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા નું નાનપણ ગરીબી માં ગુજર્યું હતું.ભૂતકાળમા તેઓ એરપોર્ટ વિસ્તારમાં ગાયો,ભેંસો ચરાવી તેમનું ગુજરાન ચલાવતા હતા.તે સમયે આકાશમાં ઉડતા પ્લેનને જોઈને તેઓએ એવું સ્વપ્ન સેવ્યું હતું કે તેઓના સંતાન પણ પ્લેન ઉડાડશે.આ સપનું તેની પુત્રી એ પૂરું કર્યું છે.
હાલ માં નાથાભાઈ કન્ટ્રક્શનના વ્યવસાયમાં છે.તેમની ૨૯ વર્ષીય પુત્રી નિશાએ પોરબંદરમાં ધો. 10 સુધી અભ્યાસ કર્યા બાદ રાજકોટ અભ્યાસ કર્યો હતો.અને બાદ ચેન્નાઇ ખાતે એરોનોટીકલ એન્જીનીયરીંગ ની ડીગ્રી મેળવી હતી.ત્યાર બાદ તેમાં માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે યુકે ખાતે ની યુનિવર્સિટીમાં 17 માસ અભ્યાસ કર્યો હતો.માસ્ટર ડિગ્રી બાદ તે પોરબંદર આવી કેનેડા પી આર માટે એપ્લાય કરતા મંજુર થયું હતું.જેથી હાલ તે કેનેડા ની કંપની માં એરોનોટીકલ એન્જીનીયર તરીકે પ્લેન ની ડિઝાઇન અને તેના વિવિધ ભાગો ની ડીઝાઇન બનાવી રહી છે.
કંપની દ્વારા તેણીને પાયલોટ માટેની તાલીમ આપવામાં આવી રહી છે.નિશાએ પોર્ટુગલના પોતાની જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા છે.નાથાભાઈ એ જણાવ્યું હતું કે તેઓએ મેહનત મજૂરી કરી અને સંતાનો ને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે જેમાં તેની બીજી પુત્રી સીએ નો અભ્યાસ કરી રહી છે.જયારે પુત્ર ડોક્ટર બનવા તૈયારી કરી રહ્યો છે.