પોરબંદર
પોરબંદર જીલ્લા માં કોરોના ના 3 કેસ નોંધાયા છે.જેમાં જાપાન થી આવેલ એન્જીનીયર સહીત 3 નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ ને સારવાર માં ખસેડાયા છે.
પોરબંદર જીલ્લા છેલ્લા ચાર માસ થી કોરોના નો એક પણ કેસ નોંધાયો ન હતો.ત્યાર બાદ ગત ૧૬ જુન ના રોજ બખરલા ગામે રહેતી ૨૬ વર્ષીય પરપ્રાંતીય સગર્ભા ને કોરોના થતા સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી.જેને ગઈ કાલે તબિયત સારી હોવાથી હોસ્પિટલ ખાતે થી ડીસ્ચાર્જ કરાઈ હતી.ત્યાર બાદ આજે તંત્ર દ્વારા ૬૦૮ લોકો ના કોરોના ટેસ્ટ કરાતા 3 લોકોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે.
જેમાં કુતિયાણા ના ૪૬ વર્ષીય યુવાનને આફ્રિકા જવું હોવાથી કોરોના ટેસ્ટ કરાતા પોઝીટીવ આવ્યો છે.જયારે ધરમપુર ના ૧૫ વર્ષીય કિશોર ને તાવ આવ્યો હોવાથી તેનો ટેસ્ટ કરાયો હતો.જે પોઝીટીવ આવ્યો હતો.જે બન્ને ને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.એ સિવાય મુળ જાપાનના અને હાલ જાવર વિસ્તારમાં આવેલી હીરાવંતી મરીન ફેક્ટરીમાં ઈન્સ્પેકશન માટે આવેલા મત્સુદા મસ્કી નામના ૪૯ વર્ષીય એન્જીનીયરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.આ એન્જીનીયર ચોપાટી ખાતે આવેલ ખાનગી હોટલ માં ઉતર્યા હોવાથી તેનો રૂમ પણ સેનિટાઈઝ કરવામાં આવ્યો છે.જીલ્લા માં કોરોના કેસ ની કુલ સંખ્યા ૪૦૫૩ થઇ છે.