પોરબંદર
પોરબંદર બ્રહ્મ સમાજ તથા મહેર હિતરક્ષક સમિતિ દ્વારા કલેકટર અને એસપી ને આવેદન પાઠવી જીલ્લા માં એટ્રોસિટી ની કલમ નો દુરુપયોગ થતો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદર ના ઝુંડાળા મહેર સમાજ ખાતે બ્રહમ સમાજ,મહેર હિતરક્ષક સમિતિ સહીત જુદી જુદી સંસ્થાના ની બેઠક મળી હતી.ત્યારબાદ કલેકટર અને એસપી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવવામાં આવ્યું હતું કે જીલ્લામાં અમુક અનુસૂચિત જાતિ ના લોકો દ્વારા નિર્દોષ અને વેપારી વર્ગના લોકો સામે એટ્રોસિટી ના કાયદાના કલમની તલવાર બતાવી પૈસા પડાવવાનું ષડયંત્ર કેટલા સમયથી ચાલી રહ્યું છે.થોડા દિવસ પહેલા રાણાવાવ ખાતે રહેતા મહેર સમાજના એક વ્યક્તિ ઉપર એક જ માસ માં બે બે વખત એસ્ટ્રોસીટી કલમનો ગેર ઉપયોગ કરી,ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર રચી પોતાના રોટલા સેકવા આવું કૃત્ય કરતા હોય છે.
પરંતુ આ આવેદન મારફત માંગ કરવામાં આવે છે કે એટ્રોસિટી ના કાયદાનો ગેરઉપયોગ ન થાય અને આ કલમ દાખલ કરતા પહેલા બંને પક્ષકારોને સાંભળી અને સત્ય હકીકત જાણી તપાસ કરી ફરીયાદ દાખલ કરવા રજૂઆત માં જણાવ્યું છે.બ્રહ્મ સમાજના આગેવાનોએ રજૂઆત માં એવું જણાવ્યું હતું કે અમુક શખ્સો દ્વારા વારંવાર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવે છે.તેથી તેનો ભુતકાળ પણ તપાસ માંગી લે છે.અને યોગ્ય તપાસ થાય તો ઘણી સાચી હકીકતો બહાર આવશે.તેથી તપાસ બાદ જ ફરીયાદ દાખલ કરવી જોઇએ તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.