Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લાએ સીએમ ડેશબોર્ડમા પ્રથમ રેન્ક મેળવ્યો:જાણો કારણ

પોરબંદર

પોરબંદર જીલ્લાએ સીએમ ડેશબોર્ડમા પ્રથમ રેન્ક હાસલ કરતા જિલ્લા કલેકટરે  ટીમ પોરબંદરના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.વિવિધ અરજીઓનો સમયસર નિકાલ, અલગ રાશનકાર્ડ કરવા માટેની અરજીઓનો પણ સમયસર નીકાલ કરી ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરવી,સીટી સર્વે,ઈ-ધરામા આવતી અરજીઓનો ૯૯ ટકા સમયસર નિકાલ સહિત વિવિધ યોજનાઓમા જિલ્લામા જનહિતલક્ષી તથા સેવાઓમા ઉત્તમ કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્યમાં પોરબંદર કલેક્ટરશ્રીને ડેશ બોર્ડ પર પ્રથમ રેન્ક મળ્યો છે.

સીએમ ડેશબોર્ડ એક ડિજિટલ પ્લેટફોર્મ (ડેશબોર્ડ) છે.જે ગુજરત રાજ્યની તમામ ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સમાંથી ડેટાને એક્સેસ કરે છે અને નિર્ધારિત કી પરફોર્મંસ ઈંડીકેટરથી સતત દેખરેખ તેમજ માહિતી જોઈ અને વિશ્લેષણ કરી શકાય છે.

તેમાં ડેટાનું વિશ્લેષણ ૨ રીતે કરી શકાય છે

*વિસ્તારની દ્રષ્ટિએ – ડીપર્ટમેંટ પ્રમાણે, જીલ્લા પ્રમણે તાલુકા પ્રમણે અને ગામ પ્રમાણે

* સમયની દ્રષ્ટિએ – દરરોજ, અઠવાડીક, મહીને અને વર્ષે

તેનો ઉપયોગ વિવિધ સ્ટેક હોલ્ડર દ્વારા કરવામાં આવે છે જેમ કે સેક્રેટરી, એચ.ઓ.ડી., કલેક્ટર,ડી.ડી.ઓ અને એસ.પી.

તેમનુ મોનીટરીંગ વિવિધ ૨૦+ ગવર્મેંટ સેકટર અને ૧૫૦+ ઈ-ગવર્નન્સ એપલીકેશન જેવી કે ઈ-ધારા, ડીજીટલ ગુજરાત, PDS, કલેક્ટર પોર્ટલ, RFMS, i-ora વગેરે થી અને દરરોજ રાત્રીનાં ચોક્કસ સમયે ડેટા તેમાથી લેવામાં આવે છે અને ડેશબોર્ડ પર મેપ કરવામાં આવે છે.

રીયલ ટાઈમ પરફોર્મંસ ઈંડીકેટરને વિવિધ કેટેગરી જેમ કે A++,A+,B અને C કેટેગરીમાં જીલ્લાનું પરફોર્મ્ન્સ કેટેગરાઈસ કરવામાં આવે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે