Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં ૧૮૭૧ પુરૂષ અને ૨૭૧૧ સ્ત્રી મતદારો મળી ૪૫૮૨ મતદારોનો ઉમેરો થયો:જાણો સમગ્ર આંકડાકીય માહિતી

ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં તા.૨૭ ઑક્ટોબરથી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ યોજાયો હતો. તા.૨૭ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં ૨,૪૮,૮૬૩ પુરૂષ, ૨,૩૬,૬૯૦ સ્ત્રી અને ૦૯ ત્રીજી જાતિના મળી કુલ ૪,૮૫,૮૬૨ મતદારો નોંધાયેલા હતા. તા.૦૫ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર ૨,૫૦,૭૩૪ પુરૂષ, ૨,૩૯,૪૦૧ સ્ત્રી તથા ૦૮ ત્રીજી જાતિના મળી ૪,૯૦,૧૪૩ કુલ મતદારો નોંધાયેલા છે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા ૧૮૭૧ પુરૂષ તથા ૨૭૧૧ સ્ત્રી મતદારો મળી કુલ ૪૫૮૨ મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત અવસાન પામેલા ૧૦૧૫ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. જો નામ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરી શકાશે અને સંબંધીત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને અરજી કરી શકશે.

હાલની મતદારયાદીની સુધારણા પહેલાના EPIC (મતદાર ઓળખપત્ર)ની વહેંચણીની કામગીરી હાલ રાજ્યમાં ચાલી રહી છે જ્યારે હાલમાં જે સુધારણાનો કાર્યક્રમ પૂરો થયેલ છે તેવા EPIC મતદારોને ફેબ્રુઆરી માસના અંત સુધીમાં મળી જાય તે રીતે આયોજન કરેલ છે. તમામ EPIC પોસ્ટ ઑફિસ મારફતે મતદારને વિનામૂલ્યે મતદારના ઘરે પહોંચાડવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, પોરબંદર શ્રી કે.ડી.લાખાણીએ મતદાર યાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા યોગદાન આપનાર રાજ્યના તમામ નાગરિકો, યુવા મતદારો તથા રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ્સનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને સફળ બનાવનાર કાર્યનિષ્ઠ બુથ લેવલ ઑફિસર્સ સહિતના સમગ્ર ચૂંટણી તંત્ર તથા મતદાર તરીકે નોંધણી કરાવવા જાગૃતિ ફેલાવનાર તમામ સમાચાર માધ્યમોને પણ બિરદાવ્યા હતા.

વધુમાં તા.૦૧/૦૧/૨૦૨૪થી જિલ્લામાં ઇ.વી.એમ. તથા વીવીપેટના ડેમોસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે જેમાં ૮૩-પોરબંદર વિધાનસભા મતવિભાગના કુલ-૫૪ મતદાન મથક વિસ્તારમાં તેમજ ૮૪-કુતિયાણા વિધાનસભા મતવિભાગના કુલ-૨૬ મતદાન મથક વિસ્તારમાં ઇવીએમ/વીવીપેટના ડેમોસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરેલ છે. અને હાલ મામલતદાર કચેરી,પોરબંદર(ગ્રામ્ય), મામલતદાર કચેરી, રાણાવાવ તથા મામલતદાર કચેરી, કુતિયાણા ખાતે પણ મતદારોને ઇ.વી.એમ/વીવીપેટની સંપુર્ણ જાણકારી મળી રહે તે માટે ઇવીએમ/વીવીપેટ ડેમોસ્ટ્રેશન સેન્ટર ઉભા કરવામાં આવેલ છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, પોરબંદર શ્રી કે.ડી.લાખાણીએ મતદારોને તેમના મતવિસ્તારમાં ઇવીએમ/વીવીપેટ ડેમોસ્ટ્રેશન માટે બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે