Monday, December 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ યોજાશે

પોરબંદર

લોકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્વરીત નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા નુતન અભિગમ સાથે દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.લોકોના પ્રશ્નો વહિવટી તંત્ર દ્વારા ઝડપી નિકાલ થાય તે માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ- દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાએ યોજવામાં આવે છે.આગામી સ્વાગત કાર્યક્રમ- ફેબ્રુઆરી-૨૦૨૨ માસના ચોથા ગુરૂવારે તા.૨૪/૦૨/૨૦૨૨ ના રોજ ૧૨.00 કલાકે ફરીયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે.

આથી પો૨બંદ૨ની જનતાને પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે (૧) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા (૨) અગાઉ સંબંધિત ખાતામાં કરેલ ૨જુઆતનો આધા૨ ૨જૂ ક૨વો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની નકલ જોડવી (૩) અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા મારતનું નામ અવશ્ય લખવું (૪) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરૂ નામ પુરેપુરું સ૨નામું જે ફોન નંબર હોય તો ફોન નંબર લખવો તથા પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી કરવી. સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

(૫) અરજી સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવા આધારો સાથે હોવી જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે.(૬)આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે(૭)સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહી.તા.૧૦/૦૨/૨૦૧૨ ગુરૂવાર સુધીમાં કલેકટર કચેરી,પોરબંદર ખાતે પ્રશ્નો મોકલી શકાશે.અરજદારશ્રીએ તા.૨૪/૦૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૨.૦૦ કલાકે વિગતો તથા જરૂરી આધાર-પુરાવાઓ સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન-૧,કલેકટર કચેરી, પોરબંદરનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે