પોરબંદર
પોરબંદર જીલ્લા માં છેલ્લા એક વર્ષ માં વાહન અકસ્માત ના ૯૮ બનાવ માં ૫૯ લોકો ના મોત થયા છે.
પોરબંદર જિલ્લામાં અવારનવાર વાહન અકસ્માતો સર્જાતા હોય છે સામાન્ય બનાવો માં તો પોલીસ ફરિયાદ પણ થતી નથી ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગ માંથી જાણવા મળતી માહિતી મુજબ જિલ્લામાં વર્ષ 2021મા વાહન અકસ્માતના 98 બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા જેમાં 53 વ્યક્તિના સ્થળ પરજ મૃત્યુ થયા હતા જયારે કુલ 59 વ્યક્તિઓના અકસ્માતના આ બનાવો માં મૃત્યુ થયા છે.હતા જયારે 55 વ્યક્તિઓને વાહન અકસ્માતમાં ગંભીર ઈંજાઓ અને 50 વ્યક્તિને સામાન્ય ઈંજાઓ થઇ હતી.જયારે વર્ષ ૨૦૨૦ દરમ્યાન પણ જીલ્લા માં સર્જાયેલા વાહન અકસ્માત માં ૩૦લોકો ના મોત નીપજ્ય હતા.અકસ્માત ના અનેક બનાવ માં માથા ના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત થયા હતા જેમાં વાહનચાલકો એ મોટાભાગે હેલ્મેટ પહેરી ન હતી. તો વર્ષ 2020 મા પણ વાહન અકસ્માત માં 30 લોકો ના મોત થયા હતા.જિલ્લામાં વાહન અકસ્માત વધી રહ્યા છે જેમાં પોરબંદરનો જ્યૂબેલી પુલ, કમલાબાગથી કર્લીનો પુલ સુધીના રોડમાં વધુ વાહન અકસ્માતો સર્જાય છે.ઉપરાંત નરસંગ ટેકરીથી ધરમપુર પાટિયા રોડ સુધી વધુ વાહન અકસ્માત સર્જાઈ છે.
હાઈવે પર તથા શહેર ના મુખ્ય માર્ગો પર એકાએક પશુ આડું ઉતરવાના કારણે અકસ્માત ના બનાવો પણ વધી રહ્યા છે.તો બીજી તરફ પુરઝડપે વાહન ચલાવવાના કારણે વર્ષ દરમ્યાન અનેક મૂંગા જીવો નું પણ મોત થયું છે.તો કેટલા જીવો ઈજાગ્રસ્ત બની કાયમી અપંગતા પણ ભોગવી રહ્યા છે.