Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લાના ખેડૂતો તા.૨૮ ફેબ્રુઆરી સુધી ચણાની ખરીદીની નોંધણી કરાવી શકાશે:રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે

પોરબંદર

લઘુતમ ટેકાના ભાવે ચણાની ખરીદી અંગેની જિલ્લાકક્ષાની સમિતિની બેઠક જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકમાં ચણાની ખરીદી માટે ખેડૂતોએ કરેલી નોંધણીની ચર્ચા કરાઇ હતી. તથા પોરબંદર જિલ્લાના બાકી રહેતા ખેડૂતો ચણાની નોંધણી કરી શકે તે હેતુ તા.૨૮ ફેબ્રુઆરી સુધી નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં ૧૧ હજારથી વધુ ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે ચણાની નોંધણી કરાવી છે. ત્યારે બાકી રહેતા ખેડૂતો પણ તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત તા.૧ માર્ચથી ચણાની ખરીદી પોરબંદર તથા રાણાવાવ અને કુતિયાણા તાલુકાની ખરીદી શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ (ભારત મીલ) કુતિયાણા ખાતે શરૂ કરાશે. ચણાની ખરીદી ગુણવતાયુક્ત થાય, ક્રમ પ્રમાણે જ ખરીદી થાય તે અંગે ખરીદ એજન્સીને જિલ્લા કલેકટરએ સુચના આપી હતી.

તો બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવો અપાવવા કટિબદ્ધતા દાખવી ને ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્યના કૃષિ મંત્રીએ રૂબરૂ દિલ્હી જઈ રાજ્યમા થયેલ ચણાના મબલખ પાકની ઉત્પાદકતાને ધ્યાને લઈને ખેડૂતોની લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોચાડી હતી આટલેથી જ ન અટકતા તેઓએ સતત કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમરના સંપર્કમાં રહી ચણાનો વધુમાં વધુ જથ્થો લઘુતમ ટેકાના ભાવથી ખરીદાય તે માટે સઘન પ્રયત્નો કર્યા હતા.જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ચાર લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવા મંજુરી આપી છે.

તેમણે ઉમેર્યુ કે,ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાંથી ખરીદવાના થતા ચાર લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાને કારણે રાજ્ય સરકારે ખેડૂત પાસેથી ધારણ કરેલ જમીનની મર્યાદામાં વીઘે બાર મણ લેખે ૧૨૫ મણ ચણા ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી કેન્દ્રની નોડલ એજન્સી નાફેડ વતી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ૧૮૭ કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવનાર છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે