પોરબંદર
પોરબંદર ખાતે શ્રી હરિમંદિર નો 16 માં પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરાયું છે.
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ્વાગવતકથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૬મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૨ તા. 0૩/૦૨/ર૦ર૨ર થી ૦૭/૦૨/૨૦૨૨ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, પ્રવચનાત્મક પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાશે.
પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે નારદભક્તિ સૂત્ર પર પ્રવચન
શ્રી હરિ મંદિરના ૧૬મા પાટોત્સવમાં વિશેષતઃ સાંદીપનિમાં સૌ પ્રથમ વાર પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી ભક્તિમાર્ગના આચાર્ય શ્રીનારદમુનિના “શ્રીનારદભક્તિ સૂત્ર” પર તા. ૦૩/૦૨/૨૦૨૨ થી ૦૭/૦૨/૨૦૨૨ દરમ્યાન પ્રવચન યોજાશે. આ પંચદિવસીય પ્રવચનનું લાઈવ ટેલિકાસ્ટ ડદ્ા10દ્1.૫, સત્સંગ ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા
પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે અને સંસ્કાર ટીવી ચેનલ પર રાત્રે ૧૧:૦૦ થી ડો-લાઇવ થશે.
ભાગવત ચિંતન શિબિર
શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવમાં 0૩/૦૨/૨૦૨૨ થી ૦૭/૦૨/૨૦૨૨ દરમ્યાન ભાગવત ચિંતન શિબિર યોજાશે. જેમાં ગુજરાતના પ્રસિદ્ધ વિદ્દાનો અને સાંદીપનિ વિદ્યાનિકેતનના કથાકાર ત્રપિઓ દ્વારા શ્રીમદ્વાગવતના વિવિધ વિષયો પર પ્રવચન પ્રસ્તુત થશે. આ પ્રવચન શુંખલા પ્રતિદિન સવારના સત્રમાં ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન અને બપોરપછીના સત્રમાં ૩:૩૦ થી ૪:૦૦ દરમ્યાન સંપન્ન થશે. જેનું લાઈવે ટેલિકાસ્ટ સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી થશે.
ધાર્મિક કાર્યક્રમો
અખંડ નામ સંકીર્તન
પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવમાં પણ ૦૩/૦૨/૨૦૨૨ થી ૦૭/૦૨/૨૦૨૨ દરમ્યાન પાંચેય દિવસોમાં સાંદીપનિની શ્રીહરિની બગીચીમાં અખંડ નામ સંકીર્તન કરવામાં આવશે.
નૂતન ધ્વજારોહણ એવં ઝાંખી દર્શન
આ પંચ દિવસીય પાટોત્સવમાં શ્રીહરિમંદિરમાં બિરાજિત સર્વે વિગ્રહોને પ્રતિદેન વિધિવત પૂજન સાથે નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે તા.૦૩,૦૪ અને ૦૬ ફેબ્રુયારીના રોજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય ઝંખીના દર્શન યોજાશે. જેના દર્શનનો સર્વે ભાવિકો સાંજે ૪:૩૦ થી રાત્રે ૮:૩૦ દરમ્યાન લાભ લઈ શકશે.
ગોપૂજન – ગોવર્ધન પૂજન એવં અન્નકૂટ દર્શન
શ્રીહરિ મંદિરના ૧૬માં પાટોત્સવ દરમ્યાન તા. ૦૪-૦૨-૨૦૨૨ ના દિવસે સાંજે ગોપૂજન સંપન્ન થશે અને બીજા દિવસે તા.૦૫-૦૨-૨૦૨૨ વસંતપંચમીના પાવન દિવસે સવારે ૯:૦૦ વાગ્યે શ્રીહરિની બગીચીમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા ગોવર્ધન પૂજા સંપન્ન થશે. આજ દિવસે શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ સહિત બિરાજમાન દરેક વિગ્રહોને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવશે. જેમાં મધ્યાહ્મમાં પૂજ્ય ભાઇશ્રીના પાવન કરકમલોથી અન્નકૂટ આરતી કરવામાં આવશે.
જેનું લાઈવ ટેલિકાસ્ટ થશે. આ દિવસે સવારે ૧૦:૦૦ થી રાત્રે ૮:00 સુધી સળંગ અન્નકૂટ દર્શનનો લાભ સર્વે ભાવિકજનો લઈ શકશે.
પાટોત્સવ મહાઅભિષેક એવં પાલખી યાત્રા
શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવ પ્રસંગે તા.૦૭/૦૨/૨૨, રથ સપ્તમી જે શ્રીહરિ મંદિરનો પ્રતિષ્ઠા દિવસ છે. આ દિવસે પ્રતિવર્ષ અનુસાર સવારે ૯:૦૦ વાગ્યાથી પૂજ્ય ભાઇશ્રી અને ઋષીઓ દ્વારા શાસ્ત્રની વિધિ અનુસાર શ્રીહરિ મંદિરમાં બિરાજિત તમામ શ્રીવિગ્રહો પર વિવિધ દ્રવ્યોથી મહા અભિષેક, પૂજન અને તિલકવિધિ કરવામાં આવશે. જેના દિવ્ય દર્શનનો લાભ આપણે સૌ પણ લઈ શકીશું. આજ દિવસે સાંજે સાયં આરતી બાદ ૮:0૦ વાગ્યે પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં સાંદીપનિ નગરદર્શનના ભાવથી શ્રીઠાકોરજીની દિવ્ય પાલખી યાત્રા સંપન્ન થશે. .
આપ સૌ ભાવિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શન અને નિયમોનું પાલન કરીને શ્રીહરે મંદિર ૧૬મા પાટોત્સવમાં યોજાનાર પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે આયોજિત પ્રવચનમાં શ્રવણ માટે એવં શ્રીહરિ મંદિરના વિવિધ મનોરથના દર્શનનો લાભ લેવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે.