Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટી ની બેઠક માં ૨૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નો નિર્ણય

પોરબંદર ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટી ની બેઠક મળી હતી જેમાં 2 સરકારી અને ૧૦ ખાનગી જમીન પર પેશકદમી થઇ હોવાનું સામે આવતા ૨૧ દબાણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા નિર્ણય લેવાયો છે જયારે ત્રણ શખ્સો એ ૨૧ લાખ ની જમીન પર નું દબાણ સ્વૈચ્છિક દુર કર્યું હતું.

પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માની અધ્યક્ષતામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-ર૦ર૦ ની સમિતિની બેઠક યોજાઇ હતી.બેઠકમાં ૨૦ દરખાસ્તો તપાસ પૂર્ણ કરી રજૂ કરવામાં આવી હતી.જે પૈકી સરકારી જમીન પર ૨ અરજીમાં તથા ખાનગી જમીન પર ૧૦ એમ મળી કુલ-૧૨ અરજીઓમાં સમિતિ દ્વારા જમીન પચાવી પાડનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરાયો હતો.

ઉપરાંત ખાનગી જમીન પર ૧ કેસમાં ચો.મી.૨૦૩૭૭ જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂ.૨૧.૩૯ લાખ ની જમીન પર ૩ શખ્સો દ્રારા કરવામાં આવેલ દબાણ તપાસ શરૂ થવા સાથે જ દબાણકાર દ્વારા સ્વેચ્છાએ દૂર કરતા જમીન મૂળ ફરિયાદીને પરત મળી છે.જયારે સરકારી જમીન પર ૨ કેસમાં ૯૦૯ ચો.મી.ની જંત્રી મુજબની કિંમત રૂ.૧.૮૧ લાખ ની જમીન પર બે શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરવામાં આવી છે.
તેમજ ખાનગી જમીન પર ૧૦ કેસમાં ૧૦૯૪૨૨ ચો મી જમીન પર ૧૯ શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે,જે અંગે જે-તે અરજદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરાઈ છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અઘિકારી વી.કે.અડવાણી, પોલીસ અધિક્ષક ડો.રવિ સૈની,સભ્ય સચિવ અને નિવાસી અઘિક કલેક્ટર,એમ.કે.જોષી,નાયબ કલેક્ટર કે.જે.જાડેજા,નાયબ કલેક્ટર પી.ડી.વાંદા,નાયબ જિલ્લા વિકાસ અઘિકારી એન.એલ.સાઘુ, મામલતદાર વી.એ.વરૂ,મામલતદાર એસ.જે.અસવાર, મામલતદાર વી.એસ.દેસાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે