પોરબંદર
પોરબંદર ખાતે નવયુગ વિદ્યાલય ના ચાલી રહેલ નવીનીકરણના અભિયાન અંતર્ગત આગામી તા. ૨૦/૩/૨૨ ના રવિવારે નવયુગના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં અન્ય સંતો મહંતો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર છે.સ્નેહમિલનના આયોજનને વધુ સફળ બનાવવા તથા વધુ ને વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તે હેતુથી નવયુગ એલુમની એસોસીએશનના સભ્યો પી.વી. ગોહેલ તથા વંદનાબેન રૂપારેલની ઉપસ્થિતિમાં શહેરી સમિતિના સભ્યો એડવોકેટ ભરતભાઈ લાખાણી, ગીરીશભાઈ વ્યાસ,ડો. નૂતનબેન ગોકાણી,વિજયભાઈ ઉનડકટ,રાજીવભાઈ વ્યાસ,સુરેશભાઈ નકુમ,અમિતભાઈ જગતિયા,સુરેશભાઈ દવે,રાજેશભાઈ લાખાણી,ડો. મનોજભાઈ જોશી અને ડો. જનાર્દનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
એડવોકેટ ભરતભાઈ લાખાણીએ પી.વી. ગોહેલ તથા શાળાના રીપેરીંગનું અવલોકન કરેલ અને વિવિધ વિભાગોમાં હજુ ઘણું રીપેરીંગ જરૂરી છે તે અભિપ્રાય આપેલ.ભરતભાઈએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાનું ઋણ અદા કરવા આર્થિક યોગદાન આપવા સોશ્યલ મીડીયામાં પણ અપીલ કરેલ છે.તા. ૨૦/૩/૨૨ ના રવિવારના સ્નેહ મિલન સંદર્ભે વધુ ને વધુ વિદ્યાર્થીઓને આમંત્રણ સુચારુ બેઠક વ્યવસ્થા, નવયુગની શૈક્ષણિક પ્રવૃતિઓનું ચિત્ર પ્રદર્શન તેમજ મહેમાનોના વાહન પાર્કીંગની વગેરે તમામ આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સ્નેહમિલનના દિવસે તમામ આમંત્રિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નવયુગ વિદ્યાલયના ગૌરવવંતા ઇતિહાસની માહિતી પુસ્તીકા ભૂતપૂર્વ વિદ્યાર્થી એડવોકેટ ભરતભાઈ લાખાણીના સૌજન્યથી વિતરણ કરવામાં આવશે.શાળાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.આ સ્નેહલમિલનની સફળતા માટે નવયુગ એજયુકેશન સોસાયટીના તમામ હોદેદારોએ શુભેચ્છાઓ પાઠવેલ અને આયોજન બેઠકમાં હાજર રહેવા બદલ તમામ સભ્યોનો આચાર્ય તુષારભાઈ પુરોહિતે આભાર માનેલ હતો.