પોરબંદર
પોરબંદરના જાણીતા ફોટોગ્રાફર નરેન્દ્ર મોઢાના ૬૦ જેટલા ફોટોગ્રાફસનું પ્રદર્શન મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.તસ્વીરો ની અનુભવ યાત્રા નામક આ પ્રદર્શન ના પ્રારંભ માં શહેરના વિવિધ અગ્રણી ઓ અને સામાજિક સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને નરેન્દ્રભાઈ ની કળા ને બિરદાવી હતી.આ પ્રદર્શન આજે તા ૧૭ ના રોજ પણ ખુલ્લું રહેશે.
પોરબંદરના જાણીતા ફોટોગ્રાફર નરેન્દ્ર મોઢાના ૬૦ જેટલા ફોટોગ્રાફસનું પ્રદર્શન મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું.તસ્વીરો ની અનુભવયાત્રા નામક આ ફોટો પ્રદર્શન પોરબંદરના ડોક્ટર મનોજ પી.જોશી પોરબંદર ડિસ્ટ્રીક ફોટોગ્રાફર્સ તથા વીડિયોગ્રાફર એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ થાનકી(સાધના સ્ટુડિયો)ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ઇન્ડિયન લાયન્સ પોરબંદરના પ્રમુખ એડવોકેટ હિતેશભાઈ કોટેચા ચેરમેન ડોક્ટર અમિત બદીયાણી ચમ સ્કૂલ ના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ પાઉં ડોક્ટર સનતભાઈ જોશી, જિતેન્દ્ર સિંહ સોઢા તથા ઇનોવેટીવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના પ્રમુખ બલરાજ પાડલીયા,કમલ ગોસ્વામી,દિનેશ પોરિયા,શૈલેષ પરમાર,કરશનભાઈ ઓડેદરા,જગદીપ ઓઝા,ઇન્ડિયન લાયન્સ,લાયોનેસનાં પ્રમુખ ભારતીબેન વ્યાસ તથા મેમ્બર્સ,પોરબંદરના કલા રસિક નાગરિકો આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન ચંદ્રેશ કિશોરે કરેલ.આજે તારીખ ૧૭ ના રોજ પણ આ પ્રદર્શન ખુલ્લું રહેશે.