Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો ના નિયમો માં ફેરફાર અંગે સેમીનાર યોજાયો

પોરબંદર

પોરબંદર ખાતે ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો માં સરકાર દ્વારા કરવામાં આવેલ નિયમો માં ફેરફાર અને નવા નિયમો અંગે માહિતી આપતો સેમીનાર યોજાયો હતો.જેમાં મોટી સંખ્યા માં લોકો એ ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.

પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટોને લગતા સરકારી નિતી નિયમો અને જુના નિયમોમાં થયેલા ફેરફારો તથા સ૨કા૨ ધ્વારા નવા અમલમાં મુકવામાં આવેલા કાયદાઓની વિગતે માહિતી મળી રહે તે માટે ડિસ્ટ્રીકટ ચેમ્બ૨ના શ્રી તુલસીભાઈ જેઠાલાલ હાથી વ્યાપાર ઉદ્યોગ સદન, રાયચુરા–પલાણ હોલ ખાતે એક સેમીના૨નું આયોજન કરવામાં આવેલ હતું.

આ સેમીનારની શરૂઆત ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ અનીલભાઈ કારીયાના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. અનીલભાઈએ ઉપસ્થિત સર્વે મહેમાનોનું અંતરના ઉમળકા સાથે શબ્દોથી સ્વગત કરતા જણાવ્યુ કે, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સરકારના અમલમાં રહેલા કાયદાઓથી માહિતગાર હોવા ખુબ જરૂરી છે, અન્યથા સાચી માહિતીના અભાવે દંડ કે પેનલ્ટી નો ભોગવી પડે છે.

અનીલભાઈના સ્વાગત પ્રવચન બાદ પરંપરા અનુસાર આજના આ સેમીનારના વક્તા સી.એસ. ભાવીનભાઈ મહેતાને અનીલભાઈ કારીયાએ તથા સી.એ કલ્પેશભાઈ પારેખને પદુભાઈ રાયચુરાએ પુષ્પગુચ્છ આપી મીઠો આવકાર આપ્યો. પદુભાઈ રાયચુરાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યુ કે પોરબંદરમાં આશરે ૩000 જેટલી સંસ્થાઓ નોંધાયેલી છે અને આ સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં પોતાની સેવાકીય પ્રવૃતિની સુવાસ ફેલાવી રહી છે. આવી સેવાકીય પ્રવૃતિમાં ટ્રસ્ટને લગતા નિયમો / કાયદાઓની માહિતીના અભાવે અનેક પ્રશ્નો ઉભા થાય છે.તેઓએ પોતે અનુભવેલા ધણા પ્રશ્નોની વિગતો પણ જણાવી.

કાર્યક્રમ આગળ વધતા સેમીનારના વકતા સી.એસ.ભાવિનભાઈ તથા સી.એ. કલ્પેશભાઈએ પ્રેઝન્ટેશન સાથે પોતાના વકતવ્યની શરૂઆત કરી.તેઓએ પોતાના વકતવ્યમાં ટ્રસ્ટની શરૂઆત કરવા માટે ચેરીટી કમિશ્નરની કચેરીમાં કરવાની થતી અરજી,સાથે જોડવાનું થતુ બંધારણ અને બંધારણમાં સમાવેશ કરવાના થતા મુદાઓ થી શરૂ કરી ટ્રસ્ટ બંધ-વીલીનીકરણ સુધીની પ્રક્રિયાઓ અને તે અંગેના હાલમાં અમલી નિયમોની ઉંડાણ પુર્વકની માહિતી આપી.આ ઉપરાંત સરકારના જુના નિયમોમાં થયેલા સુધારા વધારા અને નવા અમલમાં મુકવામાં આવેલા નિયમોથી પણ શ્રોતાઓને માહિતગાર કર્યા.સાથોસાથ શ્રોતાઓના મનમાં ઉદ્ભવતા રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોનો પણ સંતોષકારક ઉતરો પાઠવ્યા. આમ ઉપસ્થિત શ્રોતાઓએ કાંઈક વિષેશ માહિતી મેળવ્યાની લાગણી કાર્યક્રમના તે તેઓના ચહેરા ૫૨ નિહાળવા મળી.

આ સેમીનારના વિવિધ સંસ્થાઓ અને ટ્રસ્ટો સાથે જોડાયેલા મહાનુભાવો એવા રોનકભાઈ દાસાણી,બી૨ાજભાઈ કોટેચા,રાજુભાઈ બુધ્ધદેવ,દિવ્યેશભાઈ સોઢા,હસુભાઈ બુધ્ધદેવ,નિતાબેન વોરા,વિપીનભાઈ કકકડ,હર્ષિતભાઈ રૂઘાણી, ડો.અનીલભાઈ દેવાણી,સુરેશભાઈ કોટેચા વગેરે ઉપસ્થિત રહેલા હતા.

કાર્યક્રમના અંતમાં ડિસ્ટ્રીકટ ચેમ્બર ધ્વારા પ્રમુખ અનીલભાઈ કારીયા અને જયેશભાઈ પતાણી તથા સ્કેબલ વતી પદુભાઈ રાયચુરા,રાજેશભાઈ વિસાણીભાઈ તથા વિવેકભાઈ માખેચાના હસ્તે સી.એસ. ભાવિનભાઈ અને સી.એ. કલ્પેશભાઈ ને મોમેન્ટો આપવામાં આવ્યા.કાર્યક્રમની આભાર વિધી ડિસ્ટ્રીકટ ચેમ્બરના ઉપ-પ્રમુખ મુકેશભાઈ ઠકકર એ કરી અને કાર્યક્રમનું સફળ સંચાલન જતીનભાઈ હાથી અને ટી. કે. કારીયાએ કર્યુ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે