Wednesday, December 4, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે ઓપન પોરબંદર નાઈટ વોલીબોલ સ્પર્ધા યોજાઈ

પોરબંદર

પોરબંદર ખાતે સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા નાઈટ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં જીલ્લા ની ૧૪ ટીમો એ ભાગ લીધો હતો વિજેતાઓ ને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા તા. ૧૯/૨૦-૦૨-૨૦૨૨ ના રોજ બે દિવસ સુધી ભાવસિંહજી વ્યાયામ શાળા ચોપાટી ગ્રાઉન્ડ પોરબંદર ખાતે “ઓપન પોરબંદર જીલ્લા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ ૨૦૨૧-૨૨“ સ્વ. વાણોટશ્રી જીવાભાઈ (જશુભાઈ) ગગનભાઈ શિયાળ સ્મૃતિ કપ” નુ ભવ્ય આયોજન કરવામા આવેલ.આ ટ્રુર્નામેન્ટ મા પોરબંદર જીલ્લા ની ૧૪ ટીમો એ ભાગ લીધેલ હતો.

તમામ ટીમો દ્વારા ૨૪ મેચો રમાડવામા આવેલ. વોલીબોલ રમતા યુવાનો દ્વારા ખુબ જ સારો દેખાવ કરવામા આવેલ હતો.તેમા એક બીજી ટીમો સાથે હરીફાઈ કરી અને ત્રણ ટીમો પહોંચેલ હતી.જેમા ફાઈનલ મા  વિજેતા ટીમ – મીડલ સ્પાયકર, ફસ્ટ રનરસપ ટીમ – લાઈન બોયસ,સેક્ન્ડ રનરઅપ ટીમ – બ્લોકર્સ  થઇ  હતી.આ તમામ ટીમો ને પ્રોત્સાહીત કરવા માટે વિજેતા ટીમ ને રોકડ રૂ. ૧૫,૦૦૦/- નુ પુરસ્કાર તથા ટ્રોફી,ફસ્ટ રનરસપ ટીમ ને રૂ. ૧૦,૦૦૦/- નુ રોકડ પુરસ્કાર તથા ટ્રોફી અને સેક્ન્ડ રનરઅપ ટીમ ને રૂ. ૫,૦૦૦/- નુ પુરસ્કાર તથા ટ્રોફી આપવામા આવેલ હતી.

તેમના સ્પોન્સર હિરાલાલભાઈ શિયાળ,રણછોડભાઈ શિયાળ,વાણોટ પવનભાઈ શિયાળ,મનીષભાઈ શિયાળ તેમજ શિયાળ પરિવાર હતા.તથા પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આ ટ્રુર્નામેન્ટ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ હતુ. જેમા ભાવસિંહજી વ્યાયામ શાળા (અખાડા) ના સંચાલક પ્રેમજીભાઈ બોસ દ્વારા પુરો સાથ-સહકાર આપવામા આવેલ હતો.
આ તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ,પોરબંદર ખારવા સમાજ ના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ,તેમજ ખારવા સમાજ ના પંચપટેલ/ટ્રસ્ટીઓ, સાથે-સાથે આમંત્રીત મહેમાનો માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી,તેમજ કમીટી મેમ્બરો,માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ દિપકભાઈ જુંગી તેમજ કમીટી મેમ્બરઓ, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા તેમજ આગેવાનઓ, તેમજ ડાયમંડ ટ્રાન્સપોર્ટ ના નિર્ભયભાઈ શિયાળ,જે.જે. ટ્રાન્સપોર્ટ ના રાજુભાઈ લોઢારી,નિલેષભાઈ પાંજરી,સિલ્વર સી ફુડ ના કાનજીભાઈ જુંગી,સાથે-સાથે અન્ય મહેમાનો એ હાજરી આપેલ હતી.અને રમતવીરો નો ઉત્સાહ વધારેલ હતો.

આવનારા દિવસો મા ખારવા સમાજના યુવાનો અને પોરબંદર જીલ્લા ના યુવાનો ને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહીત કરવામા આવેલ હતા.
ભવિષ્ય ના સ્વસ્થ સમાજ ના સપના ને સાકાર કરવા તેમજ આજની યુવા પેઢી આરોગ્ય અને રમત-ગમત ક્ષેત્રમા રૂચી કેળવતી થાય, સ્પોર્ટસ & હેલ્થ મા વધારે રસ લેતા થાય, અને દુર્વ્યશનો અને એડીકશન થી દુર રહે, દરેક રમતો ની અંદર પોતાનુ કૌશલ્ય બતાવી શકે તેવા શુભ આશય થી આ ટ્રુર્નામેન્ટ રમાડવામા આવેલ હતી. પોરબંદર ખારવા સમાજ ના વાણોટ તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળ ખારવા સમાજ ની યુવા સ્પોર્ટસ ટીમે આ કાર્યભાર સંભાળી વ્યવસ્થિત રીતે આ ટુર્નામેન્ટ સંપન્ન કરેલ હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે