Saturday, March 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે ઈદ-ઉલ-ફિત્ર ના તહેવારની ઉત્સાહ,ઉમંગ અને કોમી એકતાના વાતાવરણમાં ભવ્ય ઉજવણી થઈ

પોરબંદર

પોરબંદર ખાતે ઈદ-ઉલ-ફિત્ર ના મુબારક અફઝલ અને નૂરાની દિવસની ભારે ઉત્સાહ,ઉમંગ,ઉલ્લાસ અને કોમી એકતાના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવેલ.સવારે શહેરની અનેક મસ્જિદોમાં વિવિધ સમયે ઇદની વિશેષ નમાજ પઢવામાં આવેલ તેમજ શહેરની મધ્યમાં આવેલ ઇદગાહ ખાતે પણ ઇદની વિશેષ નમાજ ખલીફા એ તાજુસરિયા હઝરત સૈયદ સઆદતઅલી બાપુએ અદા કરાવેલ.ત્યારબાદ કોમી એકતાના રંગ ભર્યા અનેરા ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં સુન્ની અંજુમન ઇસ્લામ દ્વારા ઈદ મિલન ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ.જેમાં અનેક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજને ઈદની મુબારકબાદી આપેલ.

મુસ્લિમ સમાજ દ્વારા પણ ઈદની મુબારકબાદી નો સહર્ષ સ્વીકાર કરી આભાર વ્યક્ત કરવામાં આવેલ.ઈદ મિલન આ કાર્યક્રમનું આયોજન સુન્ની અંજુમન ઇસ્લામ પોરબંદર દ્વારા કરવામાં આવેલ.જેમાં સુન્ની મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા આપવા માટે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા,નાગાજણભાઇ ઓડેદરા,નિલેશભાઈ મોરી,પોરબંદર નગરપાલિકાના ઉપપ્રમુખ ભારતીબેન જુંગી, ડીસ્ટ્રીકટ  ચેમ્બરના અનિલભાઈ કારીયા,પોરબંદર જિલ્લાના એસ.પી. ડો.રવિ મોહન સૈની,એસ.ઓ.જી.ના પી.આઇ. જાડેજા, ખારવા સમાજના વાણોટ /પ્રમુખ પવનભાઈ શિયાળ તથા પંચ પટેલો અને ટ્રસ્ટીઓ,પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા,પોરબંદર નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા જીવનભાઈ જુંગી,પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા,શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ કારીયા અને વિશાળ સંખ્યામાં વિવિધ ક્ષેત્રના હોદ્દેદારોએ હાજરી આપી હતી.

જેમને પુષ્પોથી આવકાર ઈદ મિલન કાર્યક્રમના આયોજક અને સુન્ની અંજુમન ઇસ્લામ પોરબંદરના વહીવટદાર ડો. અલતાફ ખાન રાઠોડ, હાજી શબ્બીર ભાઈ હામદાણી,હાજી ઈબ્રાહીમ ભાઈ સંઘાર,હાજી યુસુફભાઈ નુરી,આરીફભાઈ ડી. સુર્યા,ફિરોઝ ખાન પઠાણ,હાસમભાઇ લાંગા,દિલાવરભાઈ જોખીયા,ડાડા ભાઈ જિંદા,યુનુસ ખાન પઠાણ,વગેરે એ આવકાર આપ્યો હતો.સમગ્ર ઈદ મિલન ના કાર્યક્રમ નું આયોજન સુંદર શ્રેષ્ઠ અને કોમી એકતાના વાતાવરણમાં કરવામાં આવેલ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે