પોરબંદર
પોરબંદર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામા ઉપસ્થિત રહેલા કૃષિમંત્રી તથા જિલ્લાપ્રભારી મંત્રીના વરદ્હસ્તે પોરબંદર જીલ્લાના ૧૦ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) વાહનોનો ફલેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સાંસદ રમેશભાઇ ધડુક તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો ઉપસ્થિતિ રહી જિલ્લામા ૧૦ આર.બી.એસ.કે. વાહનોને લીલીઝંડી અપાઇ હતી.
આ પ્રસંગે મંત્રી તથા અન્ય મહાનુભાવોએ આરોગ્યની ટીમની કામગીરીને બિરદાવવાની સાથે દરેક બાળકનુ યોગ્ય અને સમયસર આરોગ્ય તપાસણી થાય તેવુ સુચન પણ કર્યુ હતુ.
જિલ્લામાં કુલ ૧૦ આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે જેમાં કુલ ૪૦ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જે પૈકી બે આયુષ ડોક્ટર (મેલ અને ફિમેલ) એક ફાર્માસીસ્ટ અને એક એ.એ.એમ હોય છે તેમના દ્વારા રોજીંદી બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે
શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના તમામ ડીલીવરી પોઇન્ટ ખાતે દરેક નવજાત શીશુનુ બર્થ ડીફેકટ સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧ર માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા,મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને “4D”(બર્થ ડીફેકટ, ડેવલપમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી) પ્રમાણે આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ (આયુષ તબીબો4 ફાર્માસીસ્ટ અને આરોગ્ય કાર્યકર (સ્ત્રી).દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે.
આર.બી.એસ.કે. પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવ્યો હતો, જે ગુજરાત રાજ્યમાં ચાલતા શાળા આરોગ્ય પ્રોગ્રામ સાથે સંલગ્ન કરવામાં આવ્યો. બાળકોના આરોગ્યની ચકાસણી, સ્થળ પર સારવાર અને જરૂરીયાતવાળા બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ (PHC/ CHC/SDH/) જિલ્લા હોસ્પિટલો/મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો ખાતે રીફર કરીને તદ્દન મફત સારવાર આપવામાં આવે છે.