પોરબંદર
પોરબંદર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રાતડી તથા બળેજ ગામે દરોડા પાડી ચાર ગેરકાયદે ખાણો ઝડપી લીધી છે.ખાણખનીજ વિભાગે સ્થળ પર થી ૩૫ લાખ નો મુદામાલ કબજે કરી સર્વે કામગીરી હાથ ધરી છે.
પોરબંદર ખાણખનીજ વિભાગ ની ટીમને માહિતી મળી હતી કે રાતડી ગામે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે.આથી આ ગેરકાયદે ખાણ નું લોકેશન મેળવવા ડ્રોન કેમેરા ની મદદ લઇ સ્થળ પર દરોડો પાડી બે ગેરકાયદે ખાણો ઝડપી લીધી હતી.અને સ્થળ પર થી ૫ ચકરડી મશીન ,૨૫૦ પથ્થર ભરેલ ટ્રક ૧ ટ્રક અને ૨ ટ્રેક્ટર મળી ૨૫ લાખ નો મુદામાલ કબ્જે કરી મિયાણી મરીન પોલીસ ને સોપવામાં આવ્યો છે.આ ગેરકાયદે ખાણો ઝડપી લેવા ખાણખનીજ વિભાગ ની ટીમે ખાડીના પાણી માં પગપાળા ચાલી મુખ્ય માર્ગ થી ૫ કિમી અંતરિયાળ વિસ્તાર માં આવેલ ખાણો ઝડપી લીધી હતી. અને સર્વે ની કામગીરી હાથ ધરી છે.તો ઘેડ પંથક ના બળેજ ગામે પણ ગેરકાયદે ખાણો ધમધમી રહી હોવાની બાતમી મળતા ત્યાં પણ બે સ્થળોએ સરકારી જમીનમાં થઇ રહેલ ખનીજચોરી ઝડપી લઇ સ્થળ પર થી 6 ચકરડી મશીન અને 1 જનરેટર કુલ રૂ. 10 લાખનો મુદામાલ કબ્જે કરી નવીબંદર પોલીસ મથકે સોંપી સ્થળ પર સર્વે ની કામગીરી હાથ ધરી છે.