પોરબંદર
પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદુષણ ઘટાડવા માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
પોરબંદરમાં ઇન્ડીયન કોસ્ટગાર્ડ દ્વારા પોલ્યુશન રીસ્પોન્સ સેમિનાર અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરના ઓઈલ સ્પીલ ડીઝાસ્ટર કન્ટીન્જન્સી પ્લાન્ટના અમલીકરણ અંગે પણ વિચારણાઓ થઇ હતી.નેશનલ ઓઈલ સ્પીલ ડિઝાસ્ટર કન્ટીજન્સી પ્લાન્ટ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કોસ્ટગાર્ડના પોરબંદર હેડ કવાર્ટરના ડિસ્ટ્રીકટ કમાન્ડર ડી.આઈ.જી. એસ.કે. વર્ગિસ ના હસ્તે કરાયું હતું.
આ કાર્યક્રમમાં ભાવનગર જી.એમ.બી,ના પ્રતિનિધિઓ અને અધિકારીઓ તથા પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રીના સ્ટેક હોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા.આ વર્કશોપ બે તબકકામાં યોજાયો હતો.તેમાં વિવિધ પ્રકારના પ્રેકટીકલ ડેમોસ્ટ્રેશન રજુ થયા હતા. જેમાં ટેબલ ટોપ એક્સરસાઇઝ,સિમ્યુલેટિંગ ઓઇલ સ્પિલ અને સમુદ્ર પાવક જે ભારતીય કોસ્ટ ગાર્ડનું વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે.તેમાં ઓનબોર્ડ ઓઇલ સ્પિલ સાધનોનું પ્રાયોગિક પ્રદર્શનનો સમાવેશ થાય છે.દરિયાઈ પ્રદૂષણના પ્રતિભાવના વિવિધ હિસ્સેદારો વચ્ચે આંતરકાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા અને ઓઈલ સ્પીલ આકસ્મિક સંજોગોમાં સજ્જતા સુનિશ્ચિત કરવા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આવી ઘટનાઓનું આયોજન કરવામાં આવે છે.