પોરબંદર
તાજેતર માં મણિપુરના ઇમ્ફાલ ખાતે રમાઈ ગયેલી ચેમ્પિયનશીપમાં પોરબંદરની શ્રીયાએ જુડો ચેમ્પીયનશીપ માં બાજી મારી અને કાંસ્યપદક મેળવ્યો છે અને ગુજરાત અને પોરબંદરનું નામ રોશન કર્યું છે
તાજેતર માં મણિપુરના ઈમ્ફાલ ખાતે રમાઈ ગયેલી નેશનલ જુડો ચેમ્પિયનશીપમાં પોરબંદરના સામાન્ય પરિવાર માંથી આવતી શ્રીયા મથુરભાઈ શીંગરખિયાએ કાસ્ય પદક મેળવ્યું છે જે પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે.નેશનલ જુડો ચેમ્પીયનશીપ માં અલગ અલગ રાજ્ય ના વિવિધ ટેલેન્ટેડ સ્પર્ધકો એ ભાગ લીધો હતો જેમાં પોરબંદર ની શ્રીયા એ અથાગ પરિશ્રમ કરી અને કાંસ્યપદક હાસલ કરતા તાજેતર માં તે પોરબંદર આવી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અનુસુચિત જાતી સમાજ તથા વિવિધ સામાજિક કાર્યકરો દ્વારા શ્રીયા નું છાયા માં આવેલા ભીમરાવ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને પોરબંદર અને ગુજરાત નું નામ દેશભર માં રોશન કરવા બદલ તેને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી અને ભવિષ્ય માં પણ તે રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી અને વધુ ને વધુ નામ રોશન કરે તેવા આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. દીકરીઓને માત્ર એક મોકો મળે તો તે શું કરી બતાવે છે એનું ઉદાહરણ પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી શ્રીયા શીંગરખિયાએ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રીયા એક ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે તે હાલ દશ માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. શ્રીયાએતેમની જાત મહેનત અને જુસ્સાથી પોતે આજે આ મુકામ પર પહોંચી છે. તેમને આ અગાઉ પણ ગુજરાત જુડો ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાં પણ તેમને સિલ્વર મેડલ મેળવી પ્રગતિના સોપાનો સર કર્યા છે. હાલ શ્રીયા વડોદરા ખાતે પોતાની ટ્રેનિંગ લઈ રહી છે અને વારંવાર સ્ટેટ અને નેશનલ લેવલ ની સ્પર્ધાઓ માં પોતાની કાબીલીયત બતાવી રહી છે. સાથે સાથે એણીએ એવી જણાવ્યું હતું કે જો ભારત સરકાર અને ગુજરાત સરકાર મને આગળ રમવાનો મોકો આપશે અને મને યોગ્ય મદદ કરશે તો ઓલમ્પિક માં પણ રમવા જવું છે અને ત્યાં જઈને પોતાના દેશ અને સમાજનું નામ રોશન કરવું છે. આમ તે અત્યારે ઓલમ્પિકની તૈયારી માં છે અને તેમના જુસ્સાને જોતા એવું લાગી રહ્યું છે કે તે આવનારા સમયમાં દેશનું નામ રોશન કરશે.ખુબ ગરીબ પરિવાર માં જન્મેલી શ્રીયા જો જાતમહેનત થી ટાંચા સાધનો અને નજીવી સગવડો વચ્ચે પણ પોતાની મહેનત વડે આટલું હાંસિલ કરી શકતી હોય તો તંત્ર એ અને વિવિધ સંસ્થાઓ એ પણ આવી પ્રતિભાશાળી દીકરી રમતગમત માં વધુ આગળ વધી અને નામના મેળવે તે માટે તેને યોગ્ય મદદ કરી અને પ્રોત્સાહિત કરવી જોઈએ