Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં સ્પેશીયલ ખેલ મહાકુંભ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓ માટે રાજયકક્ષાની ચેસ ટુર્નામેન્ટ યોજાઈ:રાજ્યભરમાંથી ૯૦ સ્પર્ધકો ઉમટ્યા :જુઓ પોરબંદર ટાઈમ્સ નો આ ખાસ અહેવાલ

પોરબંદર
પોરબંદર ના તન્ના હોલ ખાતે આજે પ્રજ્ઞાચક્ષુઓ માટે રાજ્યકક્ષા ની ચેસની સ્પર્ધા યોજાઈ છે. રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્રારા યોજાયેલ આ ચેસ ટુર્નામેન્ટ માં રાજ્યભર ના ૯૦ સ્પર્ધકો એ પોતાનું કૌવત બતાવ્યું છે
રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્રારા પોરબંદર ના તન્ના હોલ ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે રાજ્યકક્ષા ની ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું છે
આ સ્પર્ધામાં સુરત, બરોડા,વલસાડ,કચ્છ ભુજ,જુનાગઢ જામનગર સહીત ગુજરાતભર ના ૯૦ જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો છે જેમાં ચાલીસ જેટલી પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો નો પણ સમાવેશ થાય છે આ સ્પર્ધા માં ૨૦ જેટલા રેટેડ સ્પર્ધકો એ પણ ભાગ લીધો છે જેમાં બે ખેલાડીઓ તો ઇન્ટરનેશનલ સ્પર્ધા પણ રમી આવ્યા છે જેમાં બરોડા ના અશ્વિન મકવાણા એ સર્બિયા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.ઉપરાંત ૧૨ વખત તે નેશનલ ચેમ્પિયન પણ બની ચુક્યા છે તો પાલનપુર ની હેમાંશી રાઠી પણ અગાઉ આંતરરાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા માં ભાગ લઇ ચુક્યા છે આ સ્પર્ધા સ્વીસ મેથડ થી રમાડવા માં આવે છે જેના ચીફ આર્બીટ્રેટર તરીકે જીગર મકવાણા સેવા આપે છે અને આ સ્પર્ધા ફી ડે ના નિયમ એટલે કે આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ જ રમાડવા માં આવે છે અને ૯ રાઉન્ડ ની સ્પર્ધા બાદ વિજેતા જાહેર કરાશે કુલ ૨૫ જેટલા અલગ અલગ કેટેગરી માં વિજેતા ખેલાડીઓ ને ઇનામ અપાશે. જો કે સ્પર્ધકો એ એવું જણાવ્યું હતું કે હાલ ક્રિકેટ ની રમત નો ક્રેઝ વધુ જોવા મળે છે અને આજે પોરબંદર માં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રમી ચુકેલા ખેલાડીઓ હાજર હોવા છતાં પબ્લિક ને ચેસ જેવી રમતો માં ઇન્ટરેસ્ટ જોવા મળતો નથી અને સ્પર્ધા નિહાળવા વાળા લોકો ની સંખ્યા ખુબ ઓછી જોવા મળે છે.આવતીકાલે તા 19 ના રોજ બપોરે 4 વાગ્યે આ સ્પર્ધા માં વિજેતા બનેલા તમામ સ્પર્ધકો ને અગ્રણીઓ ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવશે
જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે