પોરબંદર
પોરબંદર માં ભાજપ દ્વારા અત્યાર સુધી માં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે ૨૦૦ થી વધુ કેમ્પ નું આયોજન કરાયું હતું ઉપરાંત ૫૫૧ બીમાર વૃદ્ધો ને ઘરે બેઠા પણ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા
સેવા એ જ સંગઠન ના ધ્યેય સાથે પોરબંદર ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા ની જનતાને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં સરળતા રહે તેવા ઉદ્દેશ્ય થી નવેમ્બર -2021થી અલગ-અલગ જગ્યાઓ પર આયુષ્યમાન કાર્ડ ના કેમ્પ કરવામાં આવે છે. ફક્ત શહેરમાં જ નહીં ગ્રામ્ય વિસ્તારના લોકો ને સરળતા રહે તે હેતુસર ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક કેમ્પ યોજાયા છે અને અત્યાર સુધી માં કુલ 200 થી વધુ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જે બીમાર,અશક્ત વૃદ્ધો કેમ્પના સ્થળ પર ન પહોંચી શકે તેવા 551 થી વધુ વડીલો, હલનચલન ન કરી શકતા લોકો અને હોસ્પિટલમાં દાખલ થયેલ લોકો જેઓને તાત્કાલિક ઓપરેશનની જરૂરત હોઈ તેઓને હોસ્પિટલમાં જઈ ને આયુષ્યમાન કાર્ડ ઇશ્યુ કરી જન સેવા એ જ પ્રભુ સેવા ના સૂત્ર ને સાર્થક કર્યું છે.
સાથી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રવિભાઈ નેભનાણી,ભારતીય જનતા પાર્ટી આગેવાન ખીમભાઈ ઓડેદરા,સાથી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ રિદ્ધિબેન અત્રી,ચંદુભાઈ જોશી,કેશુભાઈ પરમાર,સરોજબેન કક્કડ,મોહનભાઇ મોઢવાડીયા, લખમણભાઈ ઓડેદરા,ભરતભાઇ ખૂંટી,દીપકભાઈ વાઘેલા,લાભુબેન મકવાણા વગેરે મહાનુભાવો તેમજ નામી અનામી લોકોએ આયુષ્યમાન કાર્ડના કેમ્પ સફળ બનાવવા જહેમત ઉઠાવી છે.