પોરબંદર
પોરબંદરમાં દારૂડીયાએ મધરાતે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને દારૂની ગાડી ઉતરી રહી હોવાની ખોટી માહિતી આપતા પોલીસ દોડી ગઇ હતી અને ત્યારબાદ ખોટા નામે ફોન કરનાર આ શખ્સને શોધીને તેની સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી.
પોરબંદર ના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા કાનાભાઈ અરજનભાઈ જોગલે(ઉવ ૪૬) એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રે તેઓ ફરજ ઉપર હતા.ત્યારે પોલીસ કંટ્રોલરૂમના ઈન્ચાર્જ લખમણભાઈ માળીયાએ સાડા અગિયારે એવી વર્ધી આપી હતી કે ભીખુ મુરુ નામના માણસે તેમને કંટ્રોલરૂમે ફોન કરી એવી બાતમી આપી છે.કે હનુમાનગુફા પોલીસ ચોકી નજીક લીમડા ચોકમાં અશ્વિનભાઈના ઘરે દારૂની ગાડી ઉતરે છે. અને વેચે છે.આથી પી,એસ,આઇ,સહિત પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો.
અને તપાસ કરતા અશ્વિનભાઈ વેપારી હતા અને તેની દુકાનેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.આથી કંટ્રોલરૂમના ઈન્ચાર્જે બાતમી આપનારની તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું.કે જે મોબાઈલમાંથી ફોન આવ્યો હતો.એ મોબાઈલ ભીખુ મુરુ નો નહી પરંતુ બોખીરા-તુંબડામાં રહેતા લખમણ માલદે પરમારનો છે.આથી પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઇ હતી અને તપાસ કરતા લખમણ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.આથી તેની ધરપકડ કરી હતી.અને તેણે પોતાનું ખોટું નામ ધારણ કરીને પોલીસને ખોટી માહિતી આપી હોવા અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.