પોરબંદર જીલ્લા માં ચોમાસા ના પગલે મચ્છર થી થતા રોગ અટકાવવા મેલેરિયા શાખા ની ટીમો દ્વારા ૪૭ હજાર થી વધુ ઘરો માં દવાનો છંટકાવ કરાયો છે.
પોરબંદર જીલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમા મેલેરિયા વિભાગ,આરોગ્ય શાખા દ્વારા ૧૮ સુપરવાઇઝરની ૧૭૪ ટીમો દ્વારા ૪૭ હજારથી વધુ ઘરોની મુલાકાત લઇને મેલેરીયાથી બચવા દવાનો છંટકાવ કરવાની સાથે લોકોને વાહકજન્ય રોગથી બચવા માટે આરોગ્ય શિક્ષણ પણ આપ્યુ હતુ. ૭૦૦ થી વધુ ઘરોના પાણીના પાત્રોમાં પોરા જોવા મળી આવતા એન્ટી લાર્વલ (પોરા નાશક) કામગીરી કરવામા આવી હતી. જેમાં પીવાના પાણી સિવાયના પાણી માં એબેટ દવાનો છંટકાવ કરાયો હતો. તથા અગલ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયા ની તપાસ કરી પોરા વાળા ખાબોચીયાઓમા બળેલ ઓઈલનો છંટકાવ તથા જરૂર જણાય તેવી જગ્યાઓએ ગપ્પી માછલીઓ મુકવામાં આવી હતી. તથા સર્વે દરમ્યાન મેલેરીયાના શંકાસ્પદ લાગતા ૧૪૬૭ જેટલા લોકોનાં લોહીના નમૂના લીધા હતા.