પોરબંદર
પોરબંદર ની વિદ્યાર્થીની એ ૭૫ મિનીટ માં ૧૦૦ મીટર ના ૭૫ રાઉન્ડ મારી ૭૫ સૂર્યનમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન મેળવ્યું છે.તે બદલ તેની કોલેજ દ્વારા પણ સન્માન કરાયું હતું.
મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત ભારતીય મહિલાઓ પણ અનેક સિદ્ધિ મેળવી વિશ્વમાં ઓળખ મેળવી રહી છે. ત્યારે પોરબંદર ની ડો વી આર ગોઢાણીયા કોલેજના પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતી સોનલ રમેશભાઈ કડછા નામની વિદ્યાથીની એ યોગ દિવસે કોલેજ ખાતે 100 મિટરના સતત 75 રાઉન્ડ મારી 69 મિનિટ અને 48 સેકન્ડમાં 75 સૂર્યનમસ્કાર પૂર્ણ કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન મેળવ્યું છે.ઈતિહાસ રચનાર સોનલ ને ભારત માતા કી જય અને જયહિન્દ ના નારા સાથે કોલેજ ના ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ એ રાષ્ટ્રધ્વજ અર્પણ કરી ટ્રેક પર સાથે ફરી સંસ્થા ને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા ના પવનભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે તેમની સંસ્થા જીનીયસ ફાઉન્ડેશન વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા છેલ્લા ૧૫ વર્ષ થી કાર્યરત છે.જેની સાથે ૧૫ લાખ લોકો જોડાયેલા છે.અને તેમાં ૫૦૦૦ થી વધુ રેકોર્ડ નોંધાયા છે.કોલેજ ના ટ્રસ્ટી ડો વિરમભાઇ ગોઢાણીયા સહીત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ એ પણ સોનલ ને અભિનંદન પાઠવ્યા છે.સોનલ આ રેકોર્ડ તોડવા માટે છેલ્લા એક મહિનાથી પ્રેક્ટીસ દરરોજ બે કલાક પ્રેક્ટિસ કરે છે. પોતાના કોચ તથા માતાપિતાની પ્રેરણાથી આ રેકોર્ડ સર્જી શકી છે,તેમ જણાવ્યું હતું.સોનલે ભવિષ્યમાં ઓલમ્પિકમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્તકરી હતી.