પોરબંદર
તાજેતર માં બળેજ ગામે પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર ખાણ માંથી રૂ ૮૦ લાખ ની વીજચોરી ઝડપી હતી અને એક યુવાન ને દંડની નોટીસ ફટકારી હતી જે મામલે યુવાને પોતાને ખોટી રીતે ફસાવાયો હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષા એ કરી છે.
થોડા દિવસ પહેલા પોરબંદર પીજીવીસીએલ ની ટીમે બળેજ ગામે ગેરકાયદેસર ખાણ માં દરોડો પાડી કેશુ નાગા પરમાર નામના યુવાન ને રૂ ૮૦ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ કેશુભાઈ ના જણાવ્યા મુજબ પોતે સાવ ગરીબ માણસ હોય અને ખનિજચોરી અને પાવરચોરી સંબંધે તેઓ કાંઈ જાણતા ન હોય અને તેથી જ તેઓએ પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી નો સંપર્ક કરતા અને ભરતભાઈ લાખાણી દ્વારા માનવતાની રૂઈએ અને ગરીબ માણસને ફસાતો અટકાવવા માટે અને ખરેખર ચોરી કરનાર વ્યકિતઓની સામે યોગ્ય તપાસ થાય તેવા હેતુથી જ જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડા,પી.જી.વી.સી.એલ.ના ચેરમેનને વિગતવાર અરજી કરી કેશુભાઈ નાગાભાઈ પરમાર સાવ ગરીબ માણસ છે.
અને તેને આલ્કોહોલ લેવાની ટેવ હોય તેથી તેનો ગેરલાભ લઈ જેની ખાણ હતી તે મસરી રાજાભાઈ પરમાર કે જેઓએ ફોન કરીને તેનુ આધારકાર્ડ મંગાવેલુ હોય અને તે આધારકાર્ડના આધારે રૂા.૮૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એંશીલાખ પુરાની પાવરચોરીમાં તેની ખોટી સંડોવણી કરી દીધેલી હોય.પરંતુ સ્થળ ઉપર તેઓ હાજર પણ ન હોય અને તે રીતે મસરી રાજાભાઈ પરમાર ની ખાણ હોય અને તેઓએ જ ફોન કરીને આધારકાર્ડ મંગાવેલુ હોય અને તેઓએ જ કેશુભાઈ નાગાભાઈ પરમાર નું ખોટુ નામ લખાવી દીધેલુ છે.
અને તે રીતે કેશુભાઈ એ વિગતવાર અરજી કરી પોતાની નાર્કો ટેસ્ટ કરાવવા અને આ સંબંધે યોગ્ય તપાસ કરાવવા અને પોતે સાવ ગરીબ માણસ હોય અને વાયર લેવાના પણ પૈસા ન હોય તે ટી.સી. ઉભુ કરવાનો પ્રશ્ન જ રહેતો ન હોય તેથી આ અંગે યોગ્ય તપાસ કરવા અને સાચા માણસો સામે સાચી દિશામાં કાર્યવાહી કરવા અને તટસ્થ અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.અને ઉર્જા મંત્રી, ગૃહમંત્રી વિગેરે તમામને પણ અરજીની નકલો મોકલાવેલ છે.અને તે રીતે મોટા માથાઓને બચાવી નાની માછલીઓને ફસાવવામાં આવતા હોવાનુ આ અરજી ઉપરથી સ્પષ્ટ ફલીત થયેલ છે. અને પોલીસ તેમજ જીલ્લા કલેકટર સાચી દિશામાં તટસ્થ તપાસ કરશે કે કેમ? તે ચર્ચાનો વિષય બની ગયેલ છે.