Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્નેહમિલન યોજાયું

પોરબંદર

પોરબંદરઃ નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલિત નવયુગ વિદ્યાલયના જર્જરિત થયેલા વર્ગો અને બિલ્ડીગના ચાલી રહેલા નવીનીકરણ ના સંદર્ભે પોરબંદરની નવયુગ વિધાલયના ભૂતપૂર્વ વિધાર્થીઓનું ઉત્સાહભેર સ્નેહમિલન યોજાયું હતુ. જેમા દેશ-વિદેશના પૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.

પ્રાથમીકથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ શહેરમાં ઉપલબ્ધ કરાવનાર પોરબંદરની નવયુગ એજયુકેશન સોસાયટી સંચાલિત એક શતાબ્દિ વટાવી ચૂકેલ શિસ્ત, સંસ્કાર અને આર્થિક રીતે નબળા વર્ગોના બાળકોને ઉત્તમ શિક્ષણ આપતી શહેરની જાણીતી સુપ્રસિધ્ધ જાણીતા કવિ અને જન્મજાત શિક્ષક એવા શ્રી દેવજીભાઈ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલય પોરબંદરના પરિસરમાં નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિધાર્થી એશોસીયેશન દ્વારા તાજેતરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું.

પોરબંદર નવયુગ એજયુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરાને સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ હતું કે આ મંડળમાં પોરબંદરના રાજવી નટવરસિંહજી તથા ગાંધીપ્રેમી શ્રી મથુરાદાસ ભૂપ્તા સુધીના મહામનીષીઓએ આ પદ શોભાવ્યુ છે. પૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓના સહયોગને બિરદાવીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.પોરબંદર નવયુગ વિદ્યાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી એશોસીયેશનના પ્રમુખશ્રી ડો.પ્રજ્ઞેશભાઈ મહેતાએ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે નવયુગ વિદ્યાલયના બિલ્ડીંગને એક શતાબ્દિ વટાવી ચૂકી છે.નવયુગ વિદ્યાલયના જર્જરીત થયેલા બિલ્ડીંગ રીપેરીંગ કરવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ એશોસીયેશન દ્વારા અભિયાન ચાલુ થયુ છે ત્યારે સૌનો સહકાર જરૂર છે. તેમણે દેવજીભાઈ મોઢાના શિક્ષણ અને મૂલ્યોનું જતન કરવા આહવાન કર્યુ હતું.

આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી એશોસીયેશનના સદસ્યશ્રી ડો.પી.વી.ગોહેલે એન્જી.અને નીરવભાઈ લાખાણીએ નવયુગ બિલ્ડીંગના નવીનીકરણનો વિગતવાર અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.જયારે એશોસીયેશનના સદસ્ય ગીરીશભાઈ બખાઈએ આ બિલ્ડીંગના રીપેરીંગ માટે હાલના પૂર્વના વિધાર્થીઓ વાલીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા મળેલા અનુદાનની વિગતો રજુ કરી હતી.અને કાર્યક્રમમાં દાતાઓ વરસી પડતાં પોરબંદરની દાતારીને બિરદાવી હતી.નવયુગ એજયુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા અને પોરબંદર નવયુગ વિદ્યાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી એશોસીયેશનના હોદેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનમાં આશીર્વચનો પાઠવવા ઉપસ્થિત રહેલા પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતન હરિમંદીરના પ્રણેતા અને રાષ્ટ્રીય સંત પરમ પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ૧૯૪૮ માં સ્થપાયેલી અને ૭૦ વર્ષ વટાવી ચૂકેલી નવયુગ વિધાલયના પ્રધાનાચાર્યશ્રી દેવજીભાઈ મોઢા નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખો શ્રી રાજવી નટવરસિંહજી રાણા થી લઈને ગાંધી પ્રેમી મથુરાદાસ ભૂપ્તા તેમજ શ્રી તુલશીભાઈ હાથીની શિક્ષણની સેવાઓ બિરદાવી હતી.

વિશેષમાં સાંદિપની વિદ્યાનિકેતનની સ્થાપના સમયે મળેલો શ્રી મથુરાદાસ ભુપ્તાનો સહયોગ યાદ કર્યો હતો.નવયુગ વિદ્યાલય અને બાબડેશ્વર સંયુકત ઉપક્રમ શ્રીમદ ભાગવત કથાના આયોજનને યાદ કરતાં જણાવ્યુ હતુ કે જીવનના ખાટલો ચાર પાયા પર ઉભો છે. (૧) માતા (૨) માતૃભાષા (૩) માતૃભૂમિ અને (૪) માતૃ સંસ્થા. આ ચારેયમાંથી એક ને પણ ભૂલવી ન જોઈએ. આપણા પ્રથમ શિક્ષક આપણી માં છે, માનો ખોળો એ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માતૃભાષા દ્વારા પ્રત્યાયન મજબૂત અને સંવાદ સહજ બને છે. બ્રિટનની બાજુનો દેશ ફ્રાન્સ પોતાની માતૃભાષાનું ગૌરવ લેતા હોય તો આપણે આપણી માતૃભાષાનું શા માટે ગૌરવ ન લઈએ. આપણે એવુ માની બેઠા છે કે અંગ્રેજી બોલે ત્યારે જ તેને ભણેલો ગણીએ છીએ.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ માં માતૃભાષાને ટોચ અગ્રતા આપી છે.તેનું સ્વાગત કરીએ, પ્રત્યેક વ્યક્તિને તેમની માતૃભાષા તરફ ખૂબ જ લગાવ હોય છે. ઉપનિષદનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, અગાઉની તપોવન વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ ભણીને જતા ત્યારે ગુરૂઓ કહેતા કે નીતિપૂર્વક કમાજો અને ધર્મનો ૧૦મો ભાગ કાઢજો અને વિદ્યાર્થીઓ આ દશમો ભાગ તપોવનમાં આપીને ગૌરવ અનુભવતા તેજ રીતે નવયુગ વિધાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાનો દશમો ભાગ આપીને માતૃ સંસ્થાનું ઋણ ચૂકવે છે તે અભિનંદનનીય છે.

આ તકે એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા તૈયાર થયેલ દેવજી મોઢાની શિક્ષણયાત્રાને ઉજાગર કરતી પુસ્તિકા પ્રત્યેક વ્યકિતને સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવી હતી. સવારની બીજી સેશન નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક બેઠક મળી હતી. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી શરદભાઈ રૂપારેલનો જન્મ દિવસ હોય તેમણે રૂા.૧૧ લાખનું દાન આપતાં કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.ડો.પ્રજ્ઞેશભાઈ મોઢા,હરીશ ગોહિલ, કીશોર ઉનડકટ, ડો.અનિલ દેવાણી, હર્ષિત રૂધાણી, સુધાબેન ખંડેરીયા,અશોક ચંદારાણા, વિજય ઉનડકટ, દુર્ગાબેન લાદીવાલા તેમજ જાણીતા કેળવણીકાર ડો.ઈશ્વરભાઈ ભરડા સહિતના વિદ્યાર્થીઓએ વિદ્યાલયના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ બેઠકનું સંચાલન ડો.પી.વી.ગોહિલ તથા પ્રજ્ઞેશભાઈ મહેતાએ સંભાળ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે નવયુગ વિદ્યાલયના નવીનીકરણ માટે ૪૫ લાખ એકત્ર કરવા પૂર્વ વિદ્યાર્થીઓનોસંકલ્પ રહયો છે. આ સંકલ્પને પૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓ દ્વારા ભારે પ્રતિસાદ મળી રહયો છે. રાષ્ટ્રીય સંત શ્રી રમેશભાઈ ઓઝાના શાળાના નવનિર્માણ માટે સાંદીપનીનો સહયોગ આશિર્વાદ પ્રાપ્ત થયા.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક રાજેશભાઈ કોટેચા, મહેન્દ્ર વાળા અને ખીમેશભાઈ થાનકીએ સંભાળ્યુ હતુ. જયારે આભારવિધિ એલ્યુમની એશોસીએસનના મંત્રી ડો.ઉષાબેન દેકીવાડીયાએ કરી હતી.

આ કાર્યક્રમમાં વંદનાબેન રૂપારેલ,ગજરાજસિંહ રાણાવાયા, હરીશભાઈ મહેતા,ગીરીશભાઈ બખાઈ, હિરલબા જાડેજા, ડો.સુરેશભાઈ ગાંધી, ડો.પ્રકાશ મોઢા, ડો.મનોજ જોષી, ડો.ભરત ગઢવી, ભરત લાખાણી,સુધાબેન ખંડેરીયા,ભરતભાઈ ઓડેદરા,પ્રેમશંકર જોષી,વિજયભાઈ ઉનડકટ, સામતભાઈ ઓડેદરા,રણછોડભાઈ શિયાળ, લાખણશી ગોરાણીયા, અનિલભાઈ કારીયા, ડો.ઈશ્વરલાલ ભરડા,રાજીવભાઈ વ્યાસ, ભાર્ગવભાઈ વ્યાસ સહિતના શ્રેષ્ઠીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શહેરના પ્રમુખ નાગરીકો સહિત વિદ્યાલયના શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈ–બહેનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલના આચાર્ય તુષારભાઈ પુરોહિત અને શિક્ષકગણ, વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે