Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Video:પોરબંદરના ધારાસભ્ય ના પુત્ર ડો. આકાશ રાજશાખાનો સમગ્ર ભારતમાં બાઈક ટેસ્ટીંગમાં રેકોર્ડ:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર

એમ.એસ. ની તબીબી ડીગ્રી ધરાવતા અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના પુત્ર ડો. આકાશ એ સમગ્ર ભારતમાં બાઈક રેસીંગ પૂર્વે થતી પ્રેક્ટીસ અને ટેસ્ટીંગમાં ઓછા સમય સાથે પૂર્ણ કરતા નવો રેકોર્ડ સજર્યો છે.
મુળ પોરબંદરના અને હાલ ગાંધીનગર રહેતા ડો. આકાશ રાજશાખાએ તાજેતરમાં દિલ્હી નજીક આવેલા ગ્રેઈટર નોઈડા ખાતે બુદ્ધા ઈન્ટરનેશનલ સર્કિટમાં બાઈક ટેસ્ટીંગ રેસમાં ભાગ લીધો હતો અને તેમના ૧૦૦૦ સી.સી. ના ડ્યુકાટી વી. ૪ આર. બાઈકમાં પ.૧ કિ.મી. ની એક સર્કિટને રેકોર્ડબ્રેક ૧.૫૭.૦૮૫ મિનીટમાં પૂર્ણ કરતા સમગ્ર ભારતમાં નવો રેકોર્ડ સર્જાયો છે. ડો. આકાશ ને બાળપણથી સ્પોર્ટસ બાઈકમાં ત્રકઢચિ જાગતા તેમાં ઊંડો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ વિવિધ બાઈકની પ્રેક્ટીસ શરૂ કરી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર થાઈલેન્ડની ચેન્ગ ઈન્ટરનેશનલ રેસીંગ સર્કિટમાં પણ ભાગ લીધો હતો અને ચેમ્પીયનશીપમાં એસ.બી. ૨ કેટેગરીમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો તથા પોરબંદર તેમજ દેશનું નામ રોશન કર્યું હતું. ડો. આકાશ રાજશાખાની સમગ્ર ભારતમાં ગણવામાં આવે તેવી તાજેતરની સિદ્ધિ અંગે તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કોઈપણ બાઈક રેસીંગ ચાલુ હોય તે સમયે બાઈક રાઈડર દ્વારા રાઈડીંગ સમયનો રેકોર્ડ સર્જાતો હોય છે. પરંતુ રેસીંગ સીઝન શરૂ થાય તે પહેલા માત્ર પ્રેક્ટીસ દરમિયાન રેકોર્ડ થયો તે ખૂબ જ નોંધપાત્ર છે. તેઓએ જણાવ્યું હતું કે ટીમ એન.એસ.એ. ડ્યુકાટી વતી તેઓ પ્રથમ વખત નવા ડ્યુકાટી વી.૪આર. ૯૯૮ સી.સી. બાઈક લઈને માત્ર ટેસ્ટીંગ અર્થે નોઈડા ખાતેની બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં ગયા હતા અને ત્યારે ટેસ્ટીંગ પૂર્ણ થતાં તેમને ખ્યાલ આવ્યો કે તેમના દ્વારા ૧૦૦૦ સી.સી. ની બાઈક ટેસ્ટીંગમાં નવો રેકોર્ડ થયો છે. તેમની આ સિદ્ધિ બદલ પોરબંદરના રાજકીય અગ્રણીઓ અને તેમના બહોળા મિત્રવર્તુળ સહિત વિવિધ સંસ્થાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.પોરબંદરના ડો. આકાશ રાજશાખાની નવી સિદ્ધિ પૂર્વે ૧૦૦૦ સી.સી. ની શ્રેણીમાં અગાઉ બાઈક ટેસ્ટીંગ રેકોર્ડ દિલ્હીના સિમરનજીતસિંઘ મઠારૂ ના નામે હતો અને તે ૧.૫૭.૭૪૪ ના સમયનો હતો.
૬૫૯ મિલીસેકન્ડથી નવો રૅકોર્ડ

પોરબંદરમાં બાઈક રેસર ડો. આકાશ બાબુભાઈ રાજશાખાએ જણાવ્યું હતું કે બાઈક રેસીંગમાં મિનીટ કરતા મિલી સેકન્ડનું ખૂબ મહત્વ હોય છે અને બાઈક રૅસીંગ પૂર્વે દરેક બાઈકમાં ખાસ પ્રકાર ની જી.પી.એસ. સીસ્ટમ સાથેની સર્કિટ ફીટ કરવામાં આવે છે અને રેસીંગ સર્કિટમાં ફીટ કરવામાં આવેલા સેન્સર થી તે કનેક્ટ હોય છે. તેથી પ્રેકટીસ કે રેસીંગમાં ગ્રીન લાઈટ શરૂ થયા બાદ બાઈક રેસર સર્કિટમાં જાય છે અને સર્કિટનો સમય પૂર્ણ થયાની સાથે રાઇડર પોતાના પિટ ગેરેજમાં આવી પહોંચે છે અને તે સમયની ચોક્કસાઈપૂર્વકની ડીજીટલ કોમ્પ્યુટરાઈઝડ સમયપત્રક નીકળે છે અને તાજેતરમાં બાઈક ટેસ્ટીંગ દરમિયાન ડો. આકાશ રાજશાખાને મળેલા તે સમયપત્રક ઉપરથી તેને નવો રેકોર્ડ સ્થાપ્યો હોય તેવો ખ્યાલ આવ્યો હતો.

જુઓ આ વીડિયો

મોટરસાયકલ રેસ માં જતા પહેલાની અત્યંત જરૂરી તૈયારીઓ
જ્યારે ટી.વી. ઉપર મોટર બાઈક રેસીંગ જોઈએ ત્યારે રેસર માત્ર બાઈક ચલાવતા હોવાનું લોકોને દેખાય છે, પરંતુ બાઈક રેસર ડો. આકાશે જણાવ્યું હતું કે દરેક મોટરસાયકલ ચેમ્પીયનશીપમાં જતા પહેલા બાઈકના અલગ-અલગ સેટીંગ ચકાસવા પડે છે. અનેક મહીનાઓ સુધી બાઈક રેસરને ખાસ પ્રકારની ફિટનેશ ટ્રેનીંગ કરવી પડે છે. જેમાં સપ્તાહના પાંચ દિવસ સુધી જીમમાં અત્યંત હાર્ડ કસરત ઉપરાંત રેસીંગ વખતે પહેરવામાં આવતો ખાસ પ્રકારનો શૂટ
કે જે લેધરથી બનેલો હોય છે અને જો બાઈકને ક્રેશ થાય તો તેમાંથી એરબેગ નીકળે છે જે ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતી રોકે છે. આ ઉપરાંત ખાસ પ્રકારના હેલ્મેટ જે કાર્બન ફાયબરથી બન્યું હોય છે અને તે ઉપરાંત જરૂરી ગ્લોવ્ઝ અને બુટ જે રેઈનફોર્સ્ડ કેવલર અને લેધરથી બન્યા હોવાથી પૂરી ગ્રીપ અને સલામતી આપે છે. તે આ મુજબની તમામ તૈયારીઓ ખૂબ જ અનિવાર્ય રહે છે અને યુવાનોને આ તૈયારી આકરી લાગતી હોવાથી ભારતદેશમાં સ્પોર્ટસ બાઈક તો અનેક યુવાનો ફેરવે છે પરંતુ રેસીંગથી દૂર રહેતા હોવાનું પણ જણાવ્યું હતું.
૩૨૫ થી વધુની ઝડપે બાઈક રેસીંગનો અનુભવ
પોરબંદરના બાઈક રેસર ડો. આકાશ રાજશાખાએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે બાઈક રેસીંગ ટ્રેક ઉપર હોય ત્યારે એક તબક્કે ૩૨૫ થી વધુ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બાઈક ચાલતું હોય છે અને ચોક્કસ પ્રકારના કેમેરા દ્વારા તેનું રેકોર્ડીંગ થતું હોય છે. બાઈક ચલાવતી વખતે તેઓનું પૂરેપૂરું ફોકસ ટ્રેક ઉપર હોવાથી ઝડપની ગતિવિધી ઉપર નજર રૅસર રાખી શકતો નથી અને રેસીંગમાં સાથી રેસર્સ પણ ખૂબ ઝડપથી બાઈક ચલાવતા હોવાથી સલામતીનું પણ ધ્યાન
રાખવું પડે છે અને ઓવરટેકીંગ માત્ર વળાંક આવે ત્યારે જ શક્ય બનતું હોય છે અને જીત પણ મીલી સેકન્ડમાં હોવાથી નિર્ણયો લેવા માટે મગજ ઉપર પણ સંપૂર્ણ કાબુ ધ્યાનપૂર્વક રાખવો પડે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે