પોરબંદર
ઇન્દોર ખાતે આયોજિત નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટના સેમીફાઈનલમાં છતીસગઢ સામે ગુજરાત ની હાર થઇ છે. પરંતુ ટીમ ના કપ્તાન એવા પોરબંદર ના યુવાને ૫૪ બોલ માં કારકિર્દી ની પ્રથમ સદી ફટકારી છે.
ઇન્દોર ખાતે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સેમીફાઇનલમાં ગુજરાત અને છતીસગઢ વચ્ચે ટકકર થઇ હતી.જેમાં ગુજરાતની ટીમની હાર થઇ હતી.અને ફાઇનલમાં છતીસગઢ અને મધ્યપ્રદેશ વચ્ચેની રસાકસીભરી મેચમાં મધ્યપ્રદેશની ટીમ ચેમ્પીયન બની હતી.આ ટ્રાઇ સીરીઝમાં ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન પોરબંદરના ભીમા ખૂંટીએ છતીસગઢ સામેની સેમીફાઇનલ મેચમાં માત્ર ૬૦ બોલમાં બાદ ૧૦૭ રનની પારી રમીને એક નવો ઇતિહાસ રચ્યો છે.
અત્યારે સુધીમાં ગુજરાત તરફથી એક પણ ખેલાડી સદી ફટકારવામાં કામયાબ રહ્યો નથી.ત્યારે ભીમા ખૂંટીની ૧૦૭ રનની ધુંઆધાર પારીમાં ૨૨ ચોગ્ગા સામેલ છે.ભીમાભાઈએ જણાવ્યું હતું કે સદી ફટકારવાનું સપનું હતું તે આજે પૂરું થયું છે.જોકે ફાઇનલમાં ન પહોંચ્યા તે વાતનું દુઃખ છે.અને ટીમ ફાઈનલમાં ન પહોંચી તો પણ તેઓ બેસ્ટ બેટસમેનનો ખિતાબ જીતવામાં કામયાબ રહ્યો તે વાતની ખુશી પણ છે.તેણે સદી ફટકારી ત્યારે રવીન્દ્ર જાડેજાની જેમ તલવારબાજી કરીને સેલીબ્રેશન કર્યુ હતું ત્યારે ઉપસ્થિત સૌએ તેમને બિરદાવ્યા હતા.