પોરબંદર
પોરબંદર માં મોટી પુત્રી કોઈ સાથે ભાગી ગઈ હોવાથી નાની પુત્રીઓ ને સારું પાત્ર નહી મળે તેવી ચિંતા માં મહિલા આપઘાત કરવા કર્લી પુલ પર પહોંચી હતી પરંતુ ૧૮૧ અભયમ ની ટીમ ને જાણ થતા તેનું કાઉન્સીલિંગ કરી પરિવારજનો ને સોપી હતી.
પોરબંદરના જાગૃત નાગરિકે ૧૮૧ માં ફોન કરી મદદ માંગતા જણાવ્યુ હતું કે એક મહિલા કર્લી પુલ નજીક પાણીમાં કૂદીને આત્મહ્ત્યા કરવાના વિચારો કરે છે.જેથી તુરંત અભયમ ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહીલા ને પ્રોત્સાહન આપી કાઉન્સેલિંગ કરતા મહિલા એ એવું જણાવ્યું હતું કે તેની મોટી પુત્રી ઘરે થી ભાગી ગઈ હતી.આથી તેની અન્ય ત્રણ નાની પુત્રીઓને સમાજમાં યોગ્ય પાત્ર નહિ મળે તેવું લાગી આવતા તેને કોઇ રસ્તો સુજતો ન હતો.આથી તેણે આત્મહત્યાનો વિચાર કર્યો હતો.181 અભયમ ટીમ દ્રારા તેના અને તેમના બાળકો ના ભવિષ્ય વિશે સમજાવી અને કુશળ કાઉન્સિલિંગ દ્વારા આત્મહત્યા કરવાના વિચાર માંથી મુકત કરીને જીવન જીવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.તે દરમ્યાન સ્થળ પર મહિલાના પરિવારના સભ્ય પણ આવી ગયા હતા આથી પરિવારના સભ્યો નું પણ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.