પોરબંદર
પશુ નિયંત્રણ કાયદા ના વિરોધ માં પોરબંદર રબારી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેકટર ને આવેદન પાઠવવામાં આવ્યું છે.
પોરબંદર રબારી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેકટર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે.કે ગુજરાત સરકાર દ્વારા માલધારી સમાજના પશુ વિરૂધ્ધ ગુજરાત વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો છે.જે કાળા કાયદાનો માલધારી સમાજ દ્વારા સખત વિરોધ છે.
આ કાળા કાયદામાં માલધારી સમાજે પશુ માટે લાયસન્સ લેવું, ટેગ મારવી, દંડ કરવો તથા સજાની જોગવાઈ કરવામાં આવી છે.જે માલધારી સમાજ વિરુધ્ધનો કાયદો છે.માલધારી સમાજ પાસે પશુઓ તો અનાદિ કાળથી છે.માલધારી સમાજની વસાહતો શહેરની બહાર આવેલી હતી.આધળું શહેરીકરણ કરીને શહેરો વસાવ્યા, પ્લોટ પાડયા, ગૌચરને વેચી નાખ્યું, ગૌચર ઉપર કબજો જમાવીને બેસી ગયા બાદ હવે માલધારી સમાજના ઢોર નડતા લાગે છે.આથી જો આ કાયદો પરત ખેંચવામાં નહી આવે તો આ કાળા કાયદાની સામે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.