પોરબંદર રઘુવંશી સમાજ માટે લોહાણા મહાજનવાડીના ભવ્ય પટાંગણમાં ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. સતત ૨૨ વર્ષથી શ્રી લોહાણા મિત્રમંડળની યુવા ટીમ દ્વારા માત્ર જ્ઞાતિજનો માટે આ આયોજન થઈ રહયું છે અને ઉતરોતર સફળતાંના શિખરો પાર કરી રહયું છે.
આ વર્ષે તા.રર-૦૯-૨૦૨૫ થી તા.૦૧-૧૦-૨૦૨૫ સુધી સ્વ. કંચનબેન દામોદરદાસ પલાણના શુભ આશિર્વાદ સાથે આ રાસોત્સવ નું આયોજન થયેલ હતું જેનાં ઉદઘાટન પ્રસંગે ગો.શ્રી ૧૦૮ શ્રી વસંતકુમારજી મહારાજ તથા મહાજન થાનાઈ ગોર લાલા મારાજ(અનિલભાઈ સાતા) ની પ્રેરક ઉપસ્થિતિ હતી અને તેમના વરદ હસ્તે જ્ઞાતિ અગ્રણીઓની હાજરીમાં દીપ પાગટય દ્વારા આ કાર્યક્રમ ખુલ્લો મુકાયેલ હતો.
લોહાણા સમાજના આ આયોજનમાં આયોજકોના આમંત્રણ ને માન આપીને કેબીનેટમંત્રી અને સાંસદ મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, જીલ્લા ભાજપ પ્રભારી અને રઘુવંશી શ્રેષ્ઠી પ્રદીપભાઈ ખીમાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, સુદામા ડેરીના ચેરમેન ડો. આકાશ રાજશાખા, રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા, જીલ્લા કલેટકર ધાનાણી , જીલ્લા વિકાસ અધિકારી ચૌધરી , અધિક કલેકટર વદર , રેડક્રોસ જીલ્લા ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા, પ્રીન્ટ અને ઈલે. મીડીયા ના અનેક સાથીઓ સહીત અનેક મહાનુભાવોએ આ રાસોત્સવ માણેલ હતો. આ ઉપરાંત રઘુવંશી સમાજના અનીલભાઈ કારીયા, પદુભાઈ રાયચુરા, ભરતભાઈ રાજાણી, દીલીપભાઈ ગાજરા, અનીલભાઈ અમલાણી, નટુભાઈ ઠકરાર સહીતના અનેક જ્ઞાતિજનોએ હાજરી આપેલ હતી.
આ રાસોત્સવ માં અનેક જ્ઞાતિજનો તરફથી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઈનામોની વણઝાર પ્રાપ્ત થયેલ હતી, મુખ્ય ઈનામોનો સહયોગ મનન હોસ્પીટલ-રાજકોટના ડો.નિતીન લાલ પરિવારનો રહયો હતો. છ જજ પેનલ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ નીર્ણય કરી જૂનીયર કીડસ ગર્લ્સ અને બોય્સ ટોપ-૧૦, સીનીયર કીડસ ગર્લ્સ અને બોય્સ ટોપ-૧૦, યંગસ્ટાર ગર્લ્સ અને બોય્સ ટોપ-૧૦ એમ ઈનામોથી પુરસ્કૃત કરવામાં આવેલ હતાં
આ સમગ્ર આયોજન માં પ્રોજેકટ ચેરમેન ગોવિંદા ઠકરાર અને નીતેશ માવાણીએ સેવાઓ આપી હતી, ૧૦ દિવસનું સુંદર સંચાલન જીતેશ રાયઠઠા એ સંભાળેલ હતું. કાર્યક્રમ ની સફળતા બદલ લોહાણા મિત્રમંડળ ના પ્રમુખ પરિમલ ઠકરાર તથા ટીમ અને લોહાણા યુવા શકિત ના પ્રમુખ મીલન કારીયા તથા ટીમ ને પોરબંદર લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા તથા માનદમંત્રી રાજેશભાઈ લાખાણી, ટ્રષ્ટી વિજયભાઈ મજીઠીયા તરફથી અભિનંદન વર્ષા કરી સહુ કાર્યકરોને બીરદાવ્યા હતા.


