પોરબંદર
મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મજ્યંતિ ની ઉજવણી દેશભર માં કરવામાં આવશે ત્યારે જાણીતા ધારાવાહિક તારક મહેતા કા ઉલટા ચશ્માં ના મહાત્મા ગાંધી વિશે ના ખાસ એપિસોડ ના કેટલાક ભાગ નું શુટિંગ ગાંધીજન્મસ્થળ કિર્તીમંદિર ખાતે કરાયું હતું. જે એપિસોડ આગામી બીજી ઓક્ટોબરે પ્રસારિત થશે
દેશભરમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે સબ ટીવી ના લોકપ્રિય ધારાવાહિક તારક મહેતા કા ઉલટા ચશ્માં ના મહાત્મા ગાંધી વિશે ના ખાસ એપિસોડ ના કેટલાક ભાગ નું શુટિંગ મહાત્મા ગાંધી ના જન્મસ્થળ કિર્તીમંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સીરીયલ ના ટપુ તેમજ તેની ટપુસેના તેમજ દાદાજી ચંપકલાલ અને આત્મારામ ભીડે સહીત ના પાત્રો એ ભાગ લીધો હતો કલાકારો એ જણાવ્યું હતું કે નવી પેઢીમાં ગાંધીજી શું હતા? તેના સિધ્ધાંતો કેવા હતા? વગેરે બાબતો અંગે તારક મહેતાની યુવા ટીમ એવી ટપુસેનાના માધ્યમથી દર્શકો ને માહિતી આપવા મહાત્મા ગાંધી ના જન્મસ્થળ કિર્તીમંદિર ખાતે શુટિંગ કરવામાં આવ્યું હતું.અગાઉ આ ટીમે રાજકોટ ખાતે કબા ગાંધી ના ડેલા ખાતે તેમજ અમદાવાદ ના સાબરમતી આશ્રમ સહીત ના મહાત્મા ગાંધીજી ને લગતા વિવિધ સ્થળો એ પણ આ એપિસોડ માટે શુટિંગ કર્યું હતું. ધારાવાહિક ના યુનીટે એવું જણાવ્યું હતું કે આ યુનિટ ના મોટા ભાગ ના સભ્યો પ્રથમ વખત જ પોરબંદર ખાતે આવ્યા છે અને અહી મહાત્મા ગાંધી ના જન્મસ્થળ ખાતે આવી ને પરમ શાંતિ નો અનુભવ થાય છે અને આજે પણ અહી મહાત્મા ગાંધી હયાત હોવાની અનુભૂતિ થાય છે. ગાંધી જયંતિ ના દિવસે પ્રસારિત થનારા સીરીયલ ના આ ખાસ એપિસોડ માં મહાત્મા ને લગતી અનેક જાણકારી કે જે આજની યુવા પેઢી ને ખ્યાલ પણ નહી હોય તે પ્રકાર ની માહિતી પણ ટપુસેના ના માધ્યમ થી આપવામાં આવશે .
જુઓ આ વિડીયો