Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

તમિલનાડુમાં વિદ્યાર્થીની નાં આપઘાત મામલે પોરબંદર એબીવીપી દ્વારા આવેદન અપાયું

પોરબંદર

તમિલનાડુ નાં થન્જાવુર માં મિશનરી સ્કુલ ની વિદ્યાર્થીની એ કરેલ આપઘાત મામલે પોરબંદર એબીવીપી દ્વારા કલેકટર ને આવેદન પાઠવાયું છે.

પોરબંદર એબીવીપી દ્વારા કલેકટર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૩૩,૩૧ લાખ સદસ્યતા ધરાવતું એક એવું છાત્ર સંગઠન છે જે નિરંતર શિક્ષાની ગુણવત્તા માટે કાર્ય કરે છે.તારીખ 19 જાન્યુઆરીના રોજ તમિલનાડુના થંજાવુરમાં સેકેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, તિરૂકટ્ટપલી ખાતે ધોરણ 12 અભ્યાસરત એમ. લાવણ્યા નામની એક વિદ્યાર્થિની દ્વારા આત્મહત્યા કરવાનો બનાવ ધ્યાનમાં આવ્યો.જેનું કારણ, સ્કૂલના અધિકારીઓએ વિદ્યાર્થીની ને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું દબાણ કરવામાં આવ્યું.ધર્મ પરિવર્તન કરવા માટે વિધાર્થીની ઉપર શારીરિક અને માનસિક દબાણ પણ કરવામાં આવ્યું હતું.જેનો ખુલાસો તેના માતા પિતા અને પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે, એમ લાવણ્યા એક પ્રતિભાશાળી વિદ્યાર્થીની હતી.અને જેને ગત પરીક્ષામાં ૯૮% ગુણ પ્રાપ્ત કર્યા હતા.

દુઃખદ વિષય છે કે મિશનરી સમર્થિત શાળાઓની પ્રાથમિકતા શિક્ષા નથી.પરંતુ શિક્ષાની આડમાં અંદરખાને શાળામાં અભ્યાસરત વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ધર્મ પરિવર્તનનો ઉદેશ્ય છુપાયેલો હોય છે,થંજાવુરમાં બનેલી ઘટના જેનું ઉચ્ચ ઉદાહરણ છે.આત્મહત્યા કરનારી વિદ્યાર્થીની લાવણ્યાના છેલ્લા શબ્દો હતા કે, “તેઓએ મારા માતા પિતાની ઉપસ્થિતિમાં મને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેઓ મારા માતા પિતાને આગળના અભ્યાસ માટે વ્યવસ્થા કરી આપશે તેવી લાલચ આપવામાં આવી હતી.આ પ્રસ્તાવ સ્વીકાર ના કરતાં તેઓ દ્વારા મને પ્રતાડિત કરવા માં આવી હતી.

આ સમગ્ર ઘટનામાં તમિલનાડુ શાળા પ્રશાસન દ્વારા વિધાર્થીની લાવણ્યાનો ધર્મ પરિવર્તન કરવા માટે છેલ્લી કક્ષાએ પ્રતાડિત કરવામાં આવી હતી.જેના કારણે વિદ્યાર્થીની લાવણ્યાને આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડ્યું.મિશનરી શાળાઓમાં શિક્ષાની જગ્યાએ ચાલતા આવા હીન કૃત્યો માનવતા પર પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભો કરે છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માને છે કે ધર્મ વ્યક્તિગત સ્વતંત્રતા છે.ભારતીય બંધારણ મુજબ દેશનો દરેક નાગરિક પોતાનો ધર્મ અનુસરવાની સ્વતંત્રતા છે.શૈક્ષણિક સંસ્થાનોની આડમાં આ પ્રકારના કૃત્યો ભારતીય બંધારણનું પણ અપમાન કરે છે.અભાવિપ જીલ્લા કલેકટર પાસે થી અપેક્ષા રાખે છે કે આવા હીન કૃત્યો કરનાર શૈક્ષણિક સંસ્થાનો કે જે માનવતા પર પણ પ્રશ્ન લગાવે છે.એવી સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલ થંજાવુરની માન્યતા રદ્દ કરવામાં આવે.તેમજ દોષિત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે જેના થી લાવણ્યા અને તેના પરિવારને ન્યાય મળે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે