પોરબંદર
જેતપુર ના સાડી ઉદ્યોગ ના કેમિકલ નો કદડો પોરબંદર ના દરિયા માં ઠાલવવા માટે ૭૦૦ કરોડ ના ખર્ચે પાઈપલાઈનના પ્રોજેક્ટ ની હિલચાલ થઇ રહી છે.જેની સામે પોરબંદર માં વિરોધ ના સુર ઉઠ્યા છે.અને કેમિકલ યુક્ત પાણી ત્યાં જ પ્રોસેસ કરી પુનઃ વપરાશ માં લેવા રજૂઆત થઇ છે.
જેતપુર ના સાડી ઉદ્યોગ નું કેમિકલ યુક્ત પાણી પ્રોસેસ કરી પોરબંદર ના દરિયા માં ઠાલવવાની હિલચાલ સામે વેરાવળ સ્થિત અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરી જણાવ્યું છે.કે હાલ ઘણા વર્ષો થી માચ્છીમારો ની હાલત ખુબજ ખરાબ છે.એક તો કોરોના કાળ,ઉપર થી વાવાઝોડા ના માર તથા કંપનીઓ નું પ્રદુષિત પાણી સીધું દરિયામાં ઠલવવામાં આવે છે.જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિ સંપૂર્ણ પણે નષ્ટ થવાના આરે છે.
કારણ કે પ્રદુષિત પાણી ના કારણે દરિયાઈ વનસ્પતિ નાશ પામે છે જે માછલીઓ નો મૂળ ખોરાક છે.અને ત્યાં નજીક માં માછલીઓ નું પ્રજા સ્થળ હોય તે પણ નાશ પામે છે.આ દૂષિત પાણી ના કારણે ઘણી પ્રજાતિ ની માછલીઓ નાશ પામી છે. અને જો આ જેતપુર નો રસાયણીક કદડો દરિયામાં ઠલવાશે તો દરિયા માંથી માછલીઓ મળવી મુશ્કિલ થઈ જશે, અને ગુજરાત ના માચ્છીમારો ને ભૂખે મરવાનો વારો આવશે,તેથી આ પ્રોજેકટ રદ કરવા જણાવ્યું છે.
તો પૂર્વ ધારાસભ્ય અને કોંગી અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું છે કે જેતપુરના સાડી ઉદ્યોગનો ઝેરી કેમીકલ કદડાને શુદ્ધ કરીને પુનઃવપરાશ કરવાને બદલે આ ઝેરી કેમીકલ કદડો પોરબંદર પાસેના દરિયામાં નાખવાની યોજના રાજ્ય સરકારે બનાવી છે.જે દરિયા કાંઠાના શહેરો અને ગામડાના લોકોનું જીવન ઝેર જેવુ કરી નાખશે.યોજના મુજબ જેતપુરથી પોરબંદર તાલુકાના નવી બંદર નજીક સુધીની ૧૦૫ કિ.મી. લાંબી અને જેતપુર, ધોરાજી, ઉપલેટા, માણાવદર અને પોરબંદર તાલુકાના ગામડામાંથી પસાર થઈને નવી બંદર નજીકના દરિયા સુધી પાઈપલાઈન નાંખવામાં આવશે. જેના માધ્યમથી દરરોજનો ૮૦ કરોડ લીટર ઝેરી કેમીકલ કદડો એટલે કે એક નદીના પ્રવાહ જેટલો કદડો દરિયામાં ઠલવાશે.
જ્યાંથી પણ આ પાઈપલાઈન પસાર થશે તે ગામડાઓને તો ભારે નુકશાન થશે જ.પરંતુ સૌથી મોટુ નુકશાન તો દરિયાઈ જીવસૃષ્ટિને અને દરિયાકાંઠાના ગામડાઓને થશે.ફિશીંગ વ્યવસાય તો નષ્ટ થઈ જશે.સાથે જ દરિયા કાંઠાના ગામડાઓમાં ભુતળ પણ ઝેરી થઈ જશે.દરિયાકાંઠાની ખેતી, ઝાડ, પશુ, પક્ષીઓને ભારે વિપરીત અસર થશે. જેથી તેઓએ સરકારને વિનંતી કરી છે.કે આ પાઈપલાઈન યોજનાને તાકીદે પડતી મુકીને જેતપુરના ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ ઉભો કરવામાં આવે.તેમજ આ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી તેને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવુ આયોજન કરવામાં આવે.
શહેર નું ગળું ઘોંટાય જશે :ડો નુતનબેન ગોકાણી
જેતપુર ના ઉદ્યોગો નું ગંદુ પાણી પોરબંદર ના દરિયા માં ઠાલવવાની હિલચાલ સામે રોષ વ્યક્ત કરતા પોરબંદર ની પ્રકૃતિ ધ યુથ સોસાયટી ના ડો નુતનબેન ગોકાણી એ જણાવ્યું હતું કે શહેર માં કોઈ ખાસ ઉદ્યોગો રહ્યા નથી એક માત્ર માછીમારી ઉદ્યોગ છે.કેમિકલ યુક્ત પાણી ઠાલવવાથી તેને પણ મોટું નુકશાન થશે માછીમારી નો વ્યવસાય બંધ થશે તો શહેર નું ગળું ઘોંટાઈ જશે અન્ય ધંધા પણ બંધ થઈ જશે.
શહેર ના એક એક નાગરિકે આપણો દરિયો બચાવવા નો છે.કોઈ પણ ભોગે કેમિકલયુક્ત એક એમ એલ પાણી પણ પોરબંદર ના દરિયા માં ઠાલવવા નહી દેવાય.આ માત્ર અત્યાર ની નહી આવનારી પેઢીઓ ને પણ નુકશાનકર્તા છે શહેરીજનો ને અને રાજકીય આગેવાનો ને પણ તેઓએ અપીલ કરી છે કે આ મામલે કોઈ પક્ષ કે રાજકારણ લાવ્યા વગર સૌએ સાથે મળી ને વિરોધ કરવો જોઈએ.
માછીમારી ઉદ્યોગ નો મૃત્યુઘંટ વાગી જશે:જીવનભાઈ જુંગી
માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગી એ જણાવ્યું હતું કે સ્થાનિક ફેક્ટરી નું કેમિકલ યુક્ત પાણી દરિયા માં છોડવા ના કારણે પણ અવારનવાર દરિયાકાંઠે થી માછલીઓ,કાચબાઓ ના મૃતદેહ મળી આવે છે.હજુ જેતપુર નું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું.તો દરિયાઈ જીવશ્રુષ્ટિ નો નાશ થશે.અને માછીમારી ઉદ્યોગ નો મૃત્યુઘંટ વાગી જશે.માછીમારો ની સ્થિતિ વધુ કફોડી બનશે,દેવા તળે દબાયેલા માછીમારો એ આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહી રહે.