કુતિયાણાના ખાગેશ્રી ગામ પાસે આવેલ વાંધારાનેસના ફોરેસ્ટ વિભાગના પ્લાન્ટેશન માં ભેંસો ઘુસી જતા તેને ડબ્બે પુરવાની કાર્યવાહી કરતી વખતે છ શખ્સોએ ત્યાં આવીને રોજમદારો પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જુનાગઢના ખલીલપુર ગામે તથા હાલ કુતિયાણા ના ખાગેશ્રી ગામે ફોરેસ્ટ ઘાસ ગોડાઉન ખાતે રહેતા અને ફોરેસ્ટ ગાર્ડ તરીકેની ફરજ બજાવતા ભગાભાઈ ડાયાભાઈ ખાંભલા (ઉવ ૩૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે છેલ્લા એક વર્ષથી કુતિયાણા રેન્જના ખાગેશ્રી રાઉન્ડની ખાગેશ્રી. બીટમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને ગત તારીખ ૪/ ૯ ના ખાગેશ્રીના ઘાસ ગોડાઉન ખાતે હાજર હતો ત્યારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે તેમના ફોરેસ્ટર જે એચ ચોટલીયા દ્વારા એવી ફોનમાં જાણકારી અપાઈ હતી કે વાંધારા નેશમાં આવેલા પ્લાન્ટેશનમાં માલધારીઓની ભેંસો ચરી રહી છે આથી તાત્કાલિક ત્યાં જવા સૂચના અપાય હતી. આથી ભગાભાઈએ તેમના રોજમદાર ભિમશીભાઈ ભીખાભાઈ અને રામાભાઇ રાણાભાઇ મોરી બંનેને ફોન કરીને પ્લાન્ટેશન ખાતે આવવા જણાવ્યું હતું તથા ફરિયાદી પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા એ સમયે ત્યાં રોજમદાર આલા ભુરા, હીરા દેવાયત, ભીમસિં ભીખા અને રામા રાણા મોરી ત્યાં હાજર હતા.
ત્યારબાદ પ્લેનટેશન માં ચરતી ભેંસોને ફોરેસ્ટ વિભાગના ઢોર પૂર્વના ડબ્બા બાજુ લઈ જતા હતા એ દરમિયાન રાત્રે ૧૨:૩૦ વાગ્યે ત્યાં રહેતા માલધારીઓ લાખા ભૂરા, રાડા રામા, કારા રાડા, રાજા રૈયા, રાડા વીરા, ભૂરા રાડા અને ભીલા કારા રાડા હાથમાં લાકડીઓ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને ભેંસ શા માટે લઈ જાવ છો? તેમ કહીને ઉસકેરાઇ ગયા હતા આથી ફરિયાદીએ એવું જણાવ્યું હતું કે તમારી ભેંસો પ્લાન્ટેશન માં ચડતી હતી તેથી તેને ઢોરના ડબ્બે પુરવા લઈ જઈએ છીએ તેથી તેઓ ગાળો બોલવા લાગ્યા હતા અને અમારી ભેંસ તો પુરવા નહીં જ દઈએ તેમ કહીને વીરા ભુરા રાડા અને ભિલા કારા રાડા એ બંને રોજમદાર રામા રાણા મોરીના સગા થતા હોવાથી રામાને કહ્યું કે તું અમારો સગો થઈને પણ અમારી ભેંસ પૂરાવે છે તેમ કહી રામાને લાકડીથી મારવા લાગ્યા હતા.
આથી તેને બચાવવા માટે ફરિયાદી વચ્ચે પડ્યા હતા. એ દરમિયાન લાખા ભુરા, રામા કારા, રાજા રૈયા અને રામા રાજા એ રોજમદાર ભીમશીભાઈ ભીખાભાઈ ને પણતું જ અમારી ભેંસોને ફોરેસ્ટ વિભાગમાં પકડાવે છે તેમ કહીને ચારેય લાકડી વડે ભિમશીભાઈ ને આડેધડ મારવા લાગ્યા હતા. આથી તેઓને પણ ફરિયાદીએ બચાવ્યા હતા. ત્યારબાદ આ શકશો ત્યાંથી નાસી છૂટયા હતા. આથી તાત્કાલિક ફોરેસ્ટર ચોટલીયા ને ફોન કરીને બનાવવાની વાત કરી હતી આથી તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તો રોજમદાર ભિમશીભાઈ તથા રામાભાઇને ૧૦૮ મારફતે કુતિયાણા સરકારી ઘ્વાખાને સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તમામ છ શખ્સો સામે ફરજમાં રૂકાવટ નો ગુનો ઘખલ કરવામાં આવ્યો છે આગળની તપાસ કુતિયાણા પોલીસે હાથ ધરી છે.