પોરબંદર
સામાન્ય રીતે મહિલાઓ કુવા પર પાણી ભરવા જતી હોય છે પરંતુ આજે પોરબંદર ટાઈમ્સ ના આ અહેવાલ માં વાત કરીએ એક એવી મહિલા ની જે પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે કુવો ગાળવાનું કામ કે જે કામ પુરુષો નું આધિપત્ય વાળું ગણાય છે તે કામ કરી પોતાનું અને પોતાના પરિવાર નું ભરણપોષણ કરી રહી છે.
નારી તું નારાયણી. આ વાક્ય તો વારંવાર સાંભળવા મળે છે. પરંતુ રાજસ્થાન ની એક મહિલા વાક્યને ચરિતાર્થ કરી રહી છે. રાજસ્થાન ના પાલી ગામની વતની એવા પાંચીબાઈ નામની મહિલા હાલ માં પોરબંદર ના આદિત્યાણા ગામ નજીક આવેલ એક ખેડૂત ની વાડી માં કુવો ગાળવાનું કામ કરી રહી છે .જે કામગીરી માં મુખ્ય કામ એ કુવો ગળવાના મશીન નું ઓપરેટીંગ છે જે કામ મોટે ભાગે પુરુષો જ કરતા હોય છે પરંતુ પાંચીબાઈ નામની મહિલા વરસો થી આ કામગીરી કરે છે પતી અને બાળકો સાથે ગુજરાત ના વિવિધ ગામો માં જઈ અને તે આ કામગીરી કરી રહી છે આ કામ તેના પિતા એ શીખવ્યું હતું.આજના બદલાતા જતા સમયની સાથે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે પુરુષો ના આધિપત્ય વાળા કુવો ગાળવાના કામ માં પણ પાંચીબાઈ નામની આ મહિલા સ્વમાનભેર રોજગારી મેળવી સમાજમાં માનભેર જીવી રહી છે.સાથે જ અન્ય મહિલાઓને પણ પ્રેરણા પૂરી પાડી રહી છે.મહિલા ની આ કામગીરી ને વાડી માલિક ખેડૂત એવા માલદેભાઈ એ પણ બિરદાવી હતી.અને નારીશક્તિ ને સો સો સલામ કર્યા હતા.
જુઓ આ વિડીયો