પોરબંદર
કુતિયાણા હાઇવે પર અષાઢી બીજ ની સાંજે બે યુવાનોનું બાઈક આખલા સાથે અથડાવા થી મોત થયું હોવાનું જાહેર થયું હતું.જે બનાવ માં હવે કાર ચાલક ઠોકર મારી નાસી ગયો હોવાનું સામે આવતા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કુતિયાણા ના બહાર પુરા વિસ્તાર માં રહેતા મેહુલ લખમણભાઈ ખુંટી નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા ૧ ના રોજ અષાઢીબીજ હોવાથી તેનો કૌટુંબિક ભાઈ આનંદ દેવાભાઈ ખુંટી(ઉવ ૨૨) તથા તેનો મિત્ર રાજ કેશુભાઈ દાસા (ઉવ ૨૨)બન્ને આનંદ ના બાઈક પર રાણા કંડોરણા ગામે આવેલ લીરબાઇ માતાજી ના મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા.અને પરત આવતા હતા ત્યારે હાઈવે પર આવેલ આઈટીઆઈ પાસે અકસ્માત થતા ગંભીર ઈજાઓ થવાથી બન્ને ના મોત થયા હતા.તે સમયે તેના બાઈક નજીક આખલા હોવાથી તેણે પોલીસ માં આખલા સાથે બાઈક અથડાવા ના કારણે અકસ્માત થયા નું જાહેર કર્યું હતું.
પરંતુ ત્યાર બાદ તેના મિત્ર અજય કારાભાઈ ઓડેદરા એ તેને એવું જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે તે પણ તે વિસ્તાર માં મિત્ર ને કાર ડ્રાઈવિંગ શીખવતો હતો.અને બન્ને ના મોત આખલા સાથે અથડાવા થી નહી પરંતુ આખલો આડો આવતા આનંદે બાઈક સાઈડ માં થી ચલાવતા પાછળ થી આવેલ જીજે ૩૭ જે ૯૭૨૯ નામની સફેદ કલર ની કારે તેને ઠોકર મારી પછાડી દીધા હતા.અને ત્યાર બાદ કાર ચાલક કાર લઇ ને ત્યાંથી નાસી ગયો હતો.ત્યાર બાદ ગંભીર ઈજાઓ ના કારણે બન્ને યુવાનો ના મોત નીપજ્યા હતા.આથી તેણે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ કાર કોઈ વગદાર નિવૃત પોલીસ અધિકારી ના પુત્ર ની હોવાનું પણ પંથક માં ચર્ચાઈ રહ્યું છે.