પોરબંદર
ભાદર એ સૌરાષ્ટ્રની એક મોટી નદી છે જેના પાણી દર વરસે પોરબંદર ના કુતિયાણા-ઘેડ પંથક માં ફરી વળે છે તાજેતર માં ભારે વરસાદ ના કારણે ભાદર નદી માંથી પાણી છોડવામાં આવ્યું હતું તે સમયે કુતિયાણા ના પસવારી ગામે રહેતા ૭૫ વર્ષીય ખેડૂત રામભાઈ ભાટુ તેની ભાદર નદી ના કાંઠે આવેલી વાડી ખાતે હતા ભારે વરસાદ ના કારણે તેમની વાડી એ પુર આવે તેમ હોવાથી તેઓ પોતાના બળદ ને લઇ ને રસ્તા ની બીજી તરફ અડધો કિમી દુર આવેલી વાડીએ જઈ રહ્યા હતા તે સમયે પાણી નો પ્રવાહ વધવા લાગ્યો હતો અચાનક પૂર ના કારણે રામભાઇ નો બળદ ખેતરમાં અટવાયો હતો.બળદ ને પરિવાર નો સભ્ય ગણતા રામભાઇએ બળદનો સાથ છોડ્યો નહી અને અડધા કલાક સુધી પાણી ના વહેણ સામે બાથ ભીડી અને બળદ ને બહાર કાઢ્યો હતો.રામભાઈ બળદ ને પુર માંથી બહાર કાઢતા હોય તે તસ્વીર સોશ્યલ મીડિયા માં વાઈરલ થઇ છે ત્યારે પોરબંદર ટાઈમ્સ દ્વારા આ અંગે રામભાઈ અને તેના પરિવારજનો સાથે વાત કરતા રામભાઈ એ એવું જણાવ્યું હતું કે તેમના બન્ને બળદ એ તેમના બન્ને સંતાનો કરતા પણ વિશેષ છે.પુત્ર પર આવતું દુઃખ કદાચ તેઓ જોઈ સકે પરંતુ બળદ પર આવતું દુઃખ તેઓ ક્યારેય જોઈ સકે નહી આથી તેઓએ પોતાના જીવ ની પરવા કર્યા વગર બળદ ને પાણી ની બહાર કાઢ્યો હતો.આ અંગે રામભાઈ ના પૌત્ર રીધ્ધેશે એવું જણાવ્યું હતું કે આઠેક વરસ પહેલા પથરી ના કારણે તેમના દાદા ની એક કીડની ફેલ થઇ જતા કાઢી નાખવામાં આવી હતી ત્યાર બાદ એક કીડની સાથે પણ ૭૫ વર્ષીય દાદા ખેતર માં બધું કામ કરે છે અને દાદા ને તેમના બન્ને બળદ સાથે એટલો લગાવ છે કે તેઓ ક્યાય પણ બહારગામ ગયા હોય તો પણ બળદ ના કારણે સાંજે તો તે પરત આવી જ જાય.આટલા વરસ માં તેઓ ક્યારેય પોતાના બળદ થી અળગા થયા નથી.