પોરબંદર
કુતિયાણા તાલુકાના ડાડુકા અને વડાળા ગામના તલાટી મંત્રીને ફરજ માં બેદરકારી બદલ જિલ્લા પંચાયત ના અધિકારી દ્વારા ફરજ મોકૂફ કરાયો છે.અને તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ શરુ કરાઈ છે.
કુતિયાણા તાલુકાના ડાડુકા અને વડાળા બન્ને ગામો ના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા આશિષ સૂર્યકાન્ત ઠાકર તેની ફરજમાં બેદરકારી દાખવતા હતા.ગ્રામ્ય કક્ષાએ તથા જરૂરી મીટીંગો માં હાજર રહેતા ન હતા.અને અરજદારોને ધક્કા ખવડાવી સરકારી કામગીરી ખોરંભે ચડાવી હતી.અને ઉચ્ચ અધિકારીઓના ફોન પણ ઉપાડતા ન હતા.અને તેઓની સુચનાનું પાલન પણ કરતા ન હતા.આ તલાટી મંત્રીની ફરજ પરની બેદરકારી બદલ બન્ને ગામના સરપંચની ફરિયાદો મળી હતી.અને તાલુકા વિકાસ અધિકારીના અહેવાલના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ મુજબ આશિષને ફરજ મોકૂફ કરી તેની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરાઈ છે.