પોરબંદર
કુતિયાણા ના રોઘડા તથા ચૌટા ગામે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે ખનીજ ખોદકામ અટકાવ્યું છે.અને 5 ટ્રેક્ટર,૧ હિટાચી મશીન,૧ ડમ્પર જપ્ત કરી રૂ 5 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખાણખનિજની પ્રવૃતિ અટકાવવા માટે વહીવટીતંત્ર દ્રારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.ત્યારે કુતિયાણા મામલતદાર વી.એસ.દેસાઇ તથા ટીમ દ્વારા કુતિયાણા તાલુકાના રોઘડા ગામે રાત્રીના સમય દરમ્યાન ભાદર નદીના પટ્ટ વિસ્તારની બાજુમાંથી ૪ ટ્રેકટર દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું જણાતા ૪ ટ્રેકટર જપ્ત કરાયા હતા.તથા રોઘડા અને ચૌટા ગામે જુદી-જુદી જગ્યાઓ પરથી રેતીના સ્ટોક કુલ ૧૦ જેટલા સ્ટોક સીઝ કરવામાં આવ્યા છે.સીઝ કરેલ રેતીનો અંદાજિત જથ્થો ૮૬૦૦ મે.ટન છે.
એ સિવાય કુતિયાણાની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી થતી હોવાની બાતમી ના આધારે દરોડો પાડી સ્થળ પર થી ૧-હિટાચી મશીન,૧-ડમ્પર તથા ૧-ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યું છે.અને તમામ દરોડા માં વધારાની કાર્યવાહી અર્થે ખાણખનિજ વિભાગને અહેવાલ કરવામાં આવ્યો છે.તથા અત્યાર સુધી અંદાજે રૂા.૫ લાખ રૂ દંડ પેટે સરકારી તિજોરીમાં જમા થયા છે. તથા વધારાના દંડની રકમ વસુલવાની કામગીરી ચાલુ છે.