પોરબંદર
પોરબંદર નજીક ના કુછડી ગામે ગેરકાયદેસર ચાલતી ખાણ માં વહીવટીતંત્ર દ્વારા દરોડો પાડી ૩૦ લાખ નો મુદામાલ કબજે કર્યો છે.સ્થળ પર થી કેટલી ખનીજચોરી થઇ છે.તે જાણવા માટે ખાણખનીજ વિભાગે સર્વે હાથ ધર્યો છે.
પોરબંદર નજીક આવેલ કુછડી ગામે ગત રાત્રે પ્રાંત અધિકારી કે.જે.જાડેજા તથા ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાદવ તથા તેની ટીમ દ્વારા ગેરકાયદે ચાલતી ખાણો અંગે તપાસ હાથ ધરી હતી.જેમાં એક ગેરકાયદેસર ખાણ ઝડપાઈ હતી અને ત્યાંથી એક લોડર, બે ટ્રેક્ટર, ર જનરેટર તથા ૧૧ પત્થર કટીંગ મશીન (ચકરડી) મળી ૩૦ લાખ નો મુદામાલ કબજે કર્યો છે.ખનીજચોરી અંગે આગળની તપાસ અર્થે તમામ મુદ્દામાલ ખાણખનીજ વિભાગ ની ટીમને સોંપી આપવામાં આવ્યો છે,જેના દ્વારા માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.સર્વે બાદ કેટલી ખનીજચોરી થઇ છે.તે સામે આવશે. ગેરકાયદેસર ખનન કરનાર નાસી ગયા હોવાથી કોઈ વ્યક્તિ ઝડપાયું ન હતું.પરંતુ વાહનો તથા મળેલા આધાર પુરાવાના આધારે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું મામલતદારે જણાવ્યું હતું.