પોરબંદર
આજે ૧૯ ઓગસ્ટ એટલે કે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે એક સમયે પંદર દિવસ બાદ મેળવી શકાતો ફોટોગ્રાફ અત્યારે ઈન્સ્ટન્ટ ફોટોગ્રાફી ના કારણે પલભર માં મેળવી શકાય છે ત્યારે વિવિધ પ્રવાસન સ્થળો એ તસ્વીર ખેચતા તસવીરકારો ના વ્યવસાય માં પણ અત્યાર સુધી માં અનેક ચડાવ ઉતર આવ્યા છે પોરબંદર ની ચોપાટી એ એક સમયે દસ-દસ ફોટોગ્રાફર કેમેરા ના માધ્યમ થી પોતાની રોજીરોટી મેળવતા હતા અત્યારે મોબાઈલ કેમેરા અને સેલ્ફી ના જમાના માં અહી બે –ત્રણ ફોટોગ્રાફરો હોવા છતાં તેને ગુજરાન ચલવવા માં ફાફા પડી રહ્યા છે
દુનિયામાં અનેક કલાક્ષેત્રોમાં મુખ્ય ચિત્ર અને ફોટોગ્રાફી છે. ચિત્રકલા તો હજારો વર્ષો જૂની છે. પણ ફોટોગ્રાફી લગભગ ૧૭૦ વર્ષ જૂની છે. ફોટોગ્રાફી એક ગ્રીક શબ્દ છે જેની ઉત્પતી ફોટોઝ અને ગ્રાફીન એટલે કે ‘ખેંચવા’ પરથી થઇ ૨૧મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે. જેનો મુખ્ય પુરાવો આજે ઘરબેઠા દેશવિદેશના લાઈવ શો નિહાળી શકીએ છીએ તે છે. છેલ્લા ૨૦ વર્ષ થયા ડિજીટલ યુગમાં પ્રવેશેલી ફોટોગ્રાફી આજે ઘર ઘર સુધી અને એક એક માનવી ના હાથમાં ફેલાયેલી જોવા મળી રહી છે. કેમેરાથી મોબાઇલ યુગમાં પહોચેલી ફોટોગ્રાફી એ પ્રોફેશનલ ફોટોગ્રાફીને સસ્તી બનાવી દીધી છે તો, બીજી તરફ કોઇપણ ઘટના કે પ્રસંગને કેદ કરી પળભરમાં દેશવિદેશ સુધી પહોંચતી કરવામાં આ મોબાઇલ ફાટોગ્રાફી એક વરદાનરૂપ પણ બની છે. આવડે કે ના આવડે કોઇપણ પ્રસંગે હવે પ્રોફેશનલ ફોટોગ્રાફરના સ્થાને મોબાઇલ ફોટોગ્રાફરોનો રાફળો ફાટયો જોવા મળે છે.ત્યારે પોરબંદર ના મુખ્ય પ્રવાસન સ્થળ ચોપાટી ખાતે પણ મોબાઈલ કેમેરા અને તેમાં પણ છેલા થોડા વરસો દરમ્યાન આવેલા સેલ્ફી વાળા મોબાઈલ ના કારણે અહી ના વ્યવસાય માં પણ ખાસ્સી એવી અસર પહોંચી છે હાલ માં પોરબંદર ની ચોપાટી ખાતે માત્ર બે –ત્રણ જ ફોટોગ્રાફર જોવા મળે છે જેમાં ૫૧ વરસ ની વય ના સોની મહાજન ભરતભાઈ બાબુલાલ જોગિયા છેલા છત્રીસ વરસ થી પોરબંદર ની ચોપાટી ખાતે ફોટોગ્રાફી નો વ્યવસાય કરે છે તેઓએ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં એવું જણાવ્યું હતું કે પંદર વરસ ની વય થી તેઓએ અહી ચોપાટી ખાતે જ ફોટોગ્રાફર તરીકે કારકિર્દી ની શરૂઆત કરી હતી તે સમયે રોલ વાળા કેમેરા આવતા હતા અને ફોટો પડાવનાર પ્રવાસીઓ ને પંદર દિવસ બાદ પોસ્ટ મારફત તેમની તસ્વીરો મોક્વવામાં આવતી હતી તે સમયે અહી દસ-દસ ફોટોગ્રાફર ની રોજીરોટી આ વ્યવસાય ના માધ્યમ થી સારી રીતે ચાલતી હતી એક ફોટોગ્રાફ નો ભાવ પંદર રૂપિયા હતો ત્યાર બાદ ધીરે ધીરે આ વ્યવસાય માં પણ પરિવર્તન આવવા લાગ્યું રોલ ની જગ્યા એ મેમરી કાર્ડ વાળા ડીજીટલ કેમેરા ની શરૂઆત થઇ ત્યાર બાદ મોબાઈલ માં પણ કેમેરા ની સુવિધા મળવા લાગી તો હાલ માં સેલ્ફી કેમેરા વાળા મોબાઈલ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે હાલ માં ત્રીસ રૂપિયા માં ઈંસ્ટન્ટ ફોટોગ્રાફી ની સુવિધા હોવા છતાં હાલ માં અહી ગુજરાન ચલવવા નમાં ફાફા પડી રહ્યા છે કારણ કે હવે લોકો મોબાઈલ માં જાતે ફોટોગ્રાફી અને સેલ્ફી કરી લે છે ત્યારે હવે દિવસે દિવસે આ વ્યવસાય મંદી ની ગર્તા માં ધકેલાતો જાય છે હાલ માં દિવસ ના દસ ફોટા ના ઓર્ડર પણ મુશ્કેલી થી મળી રહ્યા છે
મિત્રો પોરબંદર ટાઈમ્સ ના આ અહેવાલ અંગે આપના વિચારો અને પ્રતિભાવો આવકાર્ય છે
તેમજ આ અહેવાલ વધુ ને વધુ શેર કરો તેવી પણ નમ્ર વિનંતી છે ..આપના વિચારો અને પ્રતિભાવો જણાવવા માટે અમારું ઈમેઈલ આઈડી છે porbandartimes@gmail.com