પોરબંદર
આજે મકરસંક્રાંતિ નો પાવન તહેવાર છે.ત્યારે પોરબંદર જીલ્લા માં તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.અને સવાર થી જ શહેરીજનો અગાસી એ ચડી પતંગ ચગાવવાની મોજ માણશે.તો આ દિવસે દાન નું પણ અનેરું મહત્વ હોવાથી દાન પુણ્ય ની પણ સરવાણી વહેશે.
કોરોના ના ઓછાયા વચ્ચે પણ પોરબંદર વાસીઓ મકરસંક્રાંતિ ની ઉજવણી કરવા થનગની રહ્યા છે.આજે સમગ્ર જીલ્લા માં સંક્રાંતિ ના પાવન પર્વ ની ઉત્સાહભેર ઉજવણી થશે.સવાર થી જ લોકો પોતાની અગાસી,ધાબે ચડી પતંગ ચગાવશે. જેથી શહેર નું આકાશ રંગબેરંગી પતંગો થી છવાઈ જશે.અનેક વિસ્તારો માં લોકો ડીજે મ્યુઝીક ના તાલે પતંગ ની મોજ માણવા ની સાથે સાથે અગાસી એ જ ઊંધિયા જલેબી ની પણ જયાફત ઉડાવશે.
તો આ દિવસે દાન નું પણ અનેરું મહત્વ હોવાથી શહેર ના વિવિધ મંદિરો અને ગૌશાળા ખાતે લોકો ગાય ને ઘાસચારો ઉપરાંત પક્ષીઓ ને ચણ અને ગરીબો ને અન્ન,ભોજન સહિતની દાન પુણ્ય ની પ્રવૃત્તિ પણ દિવસભર કરવામાં આવશે.આ ઉત્સવ દરમ્યાન પતંગ ના દોરા ના કારણે અનેક પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થતા હોય છે.જેથી પક્ષી અભયારણ્ય ખાતે સવાર થી જ પક્ષીઓ ની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં ચાર ડોક્ટર પણ તૈનાત રાખવામાં આવશે.ઉપરાંત પક્ષીઓ માટે બાટલા,ઇન્જેક્શન સહિતની વ્યવસ્થા કરાઈ છે.અને શહેર માં જુદીજુદી જગ્યા એ ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ ને સારવાર માટે અલગ અલગ સંસ્થાઓ ના રેસ્ક્યુઅર ની પણ મદદ લેવામાં આવશે.જે ઈજાગ્રસ્ત પક્ષીઓ ને સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે પહોંચાડશે.