પોરબંદર
IPL ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઇ છે.ત્યારે પોરબંદરમાં કેટલાક ક્રિકેટ સટોડિયાઓ સક્રિય બન્યા છે.ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા માટે થનગની રહયા છે.ત્યારે પોરબંદર પોલીસ સટ્ટા પર લગામ લગાવશે કે પછી સટ્ટાને પ્રોત્સાહન મળશે તે જોવાનું રહ્યું.
હાલ IPL ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઇ છે.ત્યારે પોરબંદર જિલ્લામાં ક્રિકેટ રસિયાઓ ક્રિકેટ મેચ નિહાળવા થનગની રહયા છે. ક્રિકેટ મેચ નિહાળવા માટે જિલ્લા ભરના ક્રિકેટ રસિયાઓમા અનેરો ઉત્સાહ હોય છે.તો સાથોસાથ ક્રિકેટ પર સટ્ટો રમવાના પણ શોખીનો સક્રિય બને છે.અને ક્રિકેટ પરનો સટ્ટો રમાડવા વાળા શખ્સોએ પણ તૈયારી કરી લીધી છે.અને હાલ માં સટ્ટો રમાડવા માટે સક્રિય બન્યા છે.
ઘણા શહેર માં તો ઘણા શહેર થી દુર વિસ્તારો માં લેપટોપ સાથે રાખી સટ્ટો રમાડે છે.તો કેટલાક ફાર્મ હાઉસ ,હોટલો માં પણ રૂમ રાખી સટ્ટો રમાડે છે જિલ્લામાં હાલમાં ક્રિકેટ મેચ દરમ્યાન સટ્ટો રમનારા અને સટ્ટો રમાડનારા તત્વો પણ ફૂલીફાલી રહયા છે.ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર લોકો હારી જતા હોય ત્યારે વ્યાજખોરના શરણે જતા હોય છે અને વ્યાજખોરો 10 ટકાથી 40 ટકા સુધીનું વ્યાજ ખંખેરી લેતા હોય છે.
ક્રિકેટ સટ્ટાને કારણે અનેક પરિવાર બરબાદ થાય છે.અને સટ્ટો રમીને હારી જતા લોકો કાં તો ગામ છોડીને ભાગી જતા હોય છે.અથવા તો આપઘાત કરી લેતા હોવાનું પણ સામે આવે છે.હાલ IPL ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઇ છે.ત્યારે સટ્ટો રમાડનારા અને સટ્ટો રમનાર લોકો સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે.ખાસ કરીને સટ્ટો રમાડનારા તત્વો સુધી પોલીસ પહોંચે અને જ્યા કપાત થતું હોય તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવું શહેરીજનો ઇરછી રહયા છે. ક્રિકેટ મેચ પરના સટ્ટાનું દુષણ પોરબંદર જિલ્લા પોલીસ ડામી દે તેવી માંગ ઉઠી છે.