પોરબંદર
રાઇફલ ક્લબ અમદાવાદ ખાતે ત્રીજી કે.જી.પ્રભુ મેમોરીયલ શુટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઇ હતી.જેમા સરદાર પટેલ રમત સ્કૂલ પોરબંદરના ઇન્ડોર શુટિંગ રેન્જમાં પ્રેક્ટીસ કરતા શુટર ઈશા.પી.વાઘેલા,U-૧૯ કેટેગરીમાં ૧૦ મીટરની ઇવેન્ટમાં ૦.૧૭૭ એર પિસ્તલમાં બ્રોન્ઝ મેડલ તેમજ ક્રિશ પલાણ U-૧૭ કેટેગરીમાં ૧૦ મીટરની ઇવેન્ટ ૦.૧૭૭ ઓપન સાઈટ એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ મુળવ્યો છે.તેમજ રોહિત ઓડેદરાએ પણ ૦.૧૭૭ એર પિસ્તલમાં બીજું સ્થાન મેળવ્યુ છે.નીલ ખીમાણીએ ૪થા ક્રમે રહીને પોતાનુ કૈાવત બતાવ્યુ છે.આ સ્પર્ધામાં રાજ્યના ૫૦૦ શુટરોએ ભાગ લીધો હતો, જેમા પોરબંદરના શુટરોએ પણ જોડાઇને જિલ્લાનુ નામ રોશન કર્યુ છે.પોરબંદરના આ વિજેતા શુટરો ખેલ મહાકુંભ અને શાળાકીય રમતોત્સવમાં ભાગ લેવા માટે સરકાર દ્રારા કાર્યરત જિલ્લા રમત સંકુલ ખાતે ટ્રેનિંગ લઇ રહ્યા છે.