પોરબંદર
પોરબંદર ની નિરમા કેમિકલ ફેક્ટરી માં પાંચમાં માળે થી પડી જતા મોત ને ભેટેલા કેમિકલ ઈજનેર ના મૃત્યુ ને શંકાસ્પદ ગણાવી પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.બાદ માં તટસ્થ તપાસ ની ખાતરી અપાતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
મૂળ સુરત અને છેલ્લા આઠેક માસ થી પોરબંદર ની નિરમા ફેક્ટરી માં કેમિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા નિકુંજ રાણાભાઇ રાવલ (ઉવ ૨૨)નામના યુવાન નું તા ૧૬ ની મોડી રાત્રે ફેક્ટરી માં વેટ સેક્શન માં પાંચમાં માળે થી પડી જતા કમકમાટી ભર્યું મોત થયું હતું.જે અંગે ની જાણ થતા સુરત થી તેના પરિવારજનો દોડી આવ્યા હતા.અને આ ફેક્ટરી માં અગાઉ પણ અકસ્માત ના અનેક બનાવમાં ઈજનેર સહિત કર્મચારીઓ ના મોત થયા હોવાથી નિકુંજ નો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.અને બનાવ અંગે તટસ્થ તપાસ ની માંગ કરી હતી.
જેથી કંપની દ્વારા તથા પોલીસ દ્વારા તેના પરિવારજનો ને સમજાવવામાં આવ્યા હતા તથા પોલીસે તટસ્થ તપાસ ની ખાતરી આપી હતી.ત્યાર બાદ તેના પરિવારજનો એ મૃતદેહ નો સ્વીકાર કર્યો હતો.અને અંતિમક્રિયા માટે સુરત લઇ ગયા હતા.બનાવ ના પગલે સાથી કર્મચારીઓ માં પણ શોક નું મોજું ફરી વળ્યું છે.પોલીસે આ બનાવ માં નિકુંજ ફેક્ટરીમાં ફરજ દરમ્યાન અકસ્માતે અથવા કોઈ પણ રીતે જુના વેટ સેક્શન વિભાગ માંથી નીચે પડી જતા શરીરે ગંભીર ઈજા થતાં મોત થયું હોવાનું નોંધી વધુ તપાસ હાથ ધરી છે.