પોરબંદર

પોરબંદરના સોબરગૃપ દ્વારા શનિધામ હાથલા સુધીની પદયાત્રાનું આયોજન શનિ જન્મજયંતિ નિમિતે કરવામાં આવ્યું છે.

પોરબંદર નજીક હાથલા ગામે શનિદેવનું જન્મસ્થાન આવેલ છે.અહીંયા ભગવાન શનિદેવ જન્મજયંતિ નિમિતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટે છે.ત્યારે સોબરગૃપ દ્વારા પદયાત્રા નું આયોજન કરાયું છે.જે ૨૯/૫ના રોજ સાંજે ૬:૩૦ કલાકે જયુબેલી રોડ,ગોલાઈ હોટલ ની સામે થી ઉપડશે અને ૩૦/૫ના રોજ સવારે હાથલા ગામે પહોંચશે.પદયાત્રીઓને મહિલા મંડળ દ્વારા રક્ષા બાંધવામાં આવશે.પદયાત્રીઓ માટે રણછોડ લાઈન,બોખીરા,દેગામ,બાબડા,ભારવાડા,બગવદર,ખાંભોદર, રામવાવ તથા કુણવદર તથા રસ્તામાં ઠંડા-પીણા ચા-નાસ્તા ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ પદયાત્રા માં જોડાવા માટે હિતેશભાઈ ચંદારાણા  મો નં ૯૫૮૬૪ ૫૦૧૦૭ તથા ભીખુભાઈ મહેતા મો નં ૯૮૨૫૭ ૩૬૬૭૪ નો સંપર્ક સાધવા જણાવાયું છે.