પોરબંદર
પોરબંદરમાં વધુ 5 પશુઓ માં લમ્પી સ્કિન ડીસીઝ હોવાનું સામે આવ્યું છે.જેથી અત્યાર સુધી નો કુલ આંકડો 23 એ પહોંચ્યો છે.પશુપાલન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારો માં સર્વે ની કામગીરી વેગવંતી બનાવાઈ છે.
પોરબંદર શહેરમાં પશુઓ માં લમ્પી સ્કિન ડીસીઝનું પ્રમાણ વધી રહ્યું છે.અગાઉ ૧૬ રેઢિયાળ અને 2 માલિકી ના પશુઓ માં લમ્પી વાયરસ મળી આવ્યા બાદ વધુ 5 ગૌધનને આ રોગ થયાનું સામે આવ્યું છે.જેથી લમ્પી સ્કિન ડીસીઝનો કુલ આંક 23 એ પહોંચ્યો છે.જીઆઇડીસી ખાતે આવેલ આઇસોલેશન વિભાગમાં 18 જેટલા ગૌધનની સારવાર કરવામાં આવી રહી છે.જયારે 2 પશુના મોત થયા છે.
ત્યારે આ રોગનું સંક્રમણ અટકાવવા પશુપાલન વિભાગ ની ટીમ સક્રિય બની છે.અને જે વિસ્તારો માં લમ્પી વાયરસ ની અસર વધુ જોવા મળી છે તે વિસ્તારોના પશુઓ નો સર્વે કરવાની કામગીરી વેગવંતી બનાવી હોવાનું પશુપાલન વિભાગ ના તબીબ ડો ભરત મંડેરા એ જણાવ્યું છે.પાલિકાની ટીમ ની મદદ વડે શહેર માંથી આ રોગના લક્ષણો ધરાવતા પશુઓને પકડીને આઇસોલેશન વોર્ડ ખાતે મોકલવામાં આવી રહ્યા છે.અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના સેવાભાવી લોકો દ્વારા ઘાસચારો પહોંચાડવામાં આવી રહ્યો છે.વધુ માં ડો મંડેરા એ જણાવ્યું છે કે હાલ માં પશુપાલન વિભાગ પાસે ૧૨૦૦ વેક્સીન નો ડોઝ ઉપલબ્ધ છે.અને આગામી અઠવાડિયા માં વધુ વેક્સીન નો જથ્થો આવશે.પરંતુ હાલ તો પશુપાલન વિભાગ ની ટીમ પશુઓ માં વધુ સંક્રમણ થતું અટકે તે માટે કામગીરી કરી રહી છે.