પોરબંદર
પોરબંદર માં બિલ્ડર ના ગોડાઉન તરીકે વપરાતા મકાન માંથી તસ્કરો એ ત્રણ લાખ ના મુદામાલ ની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના બિલ્ડર યુસુફ પુંજાણી ના પુત્ર હામિદે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનું બંદર રોડ પર શીતલ ચોક થી આગળ ના ભાગે બંધ મકાન આવેલું છે.જેનો તે ગોડાઉન તરીકે ઉપયોગ કરે છે.છેલ્લા છ માસ દરમ્યાન કોઈ પણ સમયે તસ્કરો એ મકાનમાં પ્રવેશ કરી ૬ નંગ ઇન્ડોર અને આઉટ ડોર એસી,૫ સીલીંગ ફેન,લોખંડ ના ડેલા ની નકશી,૮ પીતળ ના નળ,તથા દસ કપડા ના બોક્સ ની ચોરી કરી છે.અને ચોરી કરતી વખતે તસ્કરો વીજ પ્રવાહ બંધ કરવા માટે એમસીબી કાઢી હતી તેની પણ ચોરી થઇ છે.અંદાજે ત્રણેક લાખ ના મુદામાલ ની ચોરી થઇ છે.જો કે તે ચોરી થયેલ તમામ માલ ના તેની પાસે બીલ ન હોવાનું પણ ફરિયાદ માં જણાવ્યું છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.